પેરિસમાં પરંપરાગત રીતે પહેલા હિંદુ મંદિરની નીવ મુકાય, BAPSએ વિડીયો કર્યો શેર

BAPS Swaminarayan Mandir Paris: ભારતમાં જ નહિ પણ વિદેશની ધરતી પર પણ BAPS સ્વામિનારાયણ મંદિરએ સનાતન ધર્મની એક ઓળખ ઉભી કરી છે. વિદેશમાં પણ સનાતન ધર્મને જીવંત રાખવા માટે BAPS સ્વામિનારાયણ મંદિરના નિર્માણ કાર્યને પુરા જોશ સાથે કરવામાં આવી રહ્યા છે. દુબઈનું અબુધાબીમાં સ્વામિનારાયણ મંદિર, UAEમાં પણ સનાતન ધર્મની ઓળખ ઉભી કરતું BAPS સ્વામિનારાયણ મંદિર(BAPS Swaminarayan Mandir Paris) બન્યા બાદ હવે યુકે અને યુરોપમાં પણ સ્વામિનારાયણ મંદિરની નીવ મુકવામાં આવી છે.

જેનો એક વિડીયો ઇન્સટાગ્રામની ઓફીસયલ આઈડી bapsparis અને baps પર મુકવામાં આવ્યો છે. ગત રોજ પેરીસમાં નવા BAPS સ્વામિનારાયણ હિંદુ મંદિરનું બાંધકામ સત્તાવાર રીતે કરવામાં આવ્યું હતું. પરમ પવિત્ર મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી મંદિરના પાયાની રચના કરતા 126 સ્તંભોમાંથી પ્રથમ સ્થાપન સાથે શરૂકરવામાં આવ્યું છે. આ દિવસે શહેરના મેયર પણ હાજર રહ્યા હતા.

જેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર મુકવામાં આવ્યો છે. સ્વામિનારાયણના મહંત અને વર્કસે સાથે મળીને પરંપરાગત રીતે નારિયેળ ફોડી, બાંધકામના મશીનોની પૂજા કરી પ્રથમ પાયાની શરુઆત કરી હતી. તમને જણાવી દઈએ કે પેરિસમાં આગામી BAPS સ્વામિનારાયણ મંદિર ફ્રાન્સમાં પ્રથમ પરંપરાગત હેતુ-નિર્મિત હિન્દુ મંદિર હશે, જે તેને વિશ્વના સૌથી સુંદર શહેરોમાંના એકમાં ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત ઉમેરો કરશે.

 

View this post on Instagram

 

A post shared by BAPS Paris (@bapsparis)

થોડા દિવસો અગાઉ પેરિસમાં સાઇટ પર બાંધકામ શરૂ થયા પછી, 4 મે 2024 શનિવારના રોજ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે નવા મંદિર પ્રોજેક્ટને ઔપચારિક રીતે શરૂ કરવા માટે એક વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું – તે દિવસથી બરાબર 36 વર્ષ જ્યારે પ્રમુખસ્વામી મહારાજે ફ્રાન્સમાં મંદિરને પવિત્ર કરવા માટે તેમના આશીર્વાદના પ્રતીક તરીકે પેરિસ પર આકાશમાંથી ફૂલોની પાંખડીઓ વરસાવી હતી.