Traffic Rules in India: જો તમે પણ બાઇક કે સ્કૂટી ચલાવો છો તો ટ્રાફિકના નિયમોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. એક નાની ભૂલ તમને મસમોટો દંડ ભરવા મજબુર કરી શકે છે. જો તમે ચપ્પલ અને સેન્ડલ પહેરીનેને સ્કૂટી અને બાઇક ચલાવો છો તો આ સમાચાર તમારા માટે છે. વાસ્તવમાં, જો તમે ચપ્પલ અને સેન્ડલ પહેરીને બાઇક અથવા સ્કૂટી ચલાવતા પકડાય છે, તો તમારે દંડ ભરવો પડી શકે છે. આ ભૂલ માટે તમારે 1000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.
ચપ્પલ પહેરીને ટુ વ્હીલર ન ચલાવો:
તમને જણાવી દઈએ કે ચપ્પલ અને સેન્ડલ પહેરીને બાઇક અથવા સ્કૂટી ચલાવવી એ ગુનો ગણવામાં આવે છે અને મોટર વ્હીકલ એક્ટના નિયમો અનુસાર ડ્રાઇવિંગ કરતી વખતે કેટલીક વસ્તુઓ પહેરવી ફરજિયાત છે. જો તમે આ નિયમોને અવગણશો તો આ બેદરકારી તમને ભારે પડી શકે છે. આ નિયમો ડ્રાઇવરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે અને બહુ ઓછા લોકો આવા નિયમોનું પાલન કરે છે. ભારતમાં ટ્રાફિક નિયમો અનુસાર, જો તમે ટુ વ્હીલર ચલાવો છો, તો તમારે શુઝ પહેરવા જરૂરી છે અને આમ ન કરવા પર તમને દંડ થઈ શકે છે.
ડ્રેસ કોડની પણ રાખવી પડશે કાળજી:
જો તમે ચપ્પલ અથવા સેન્ડલ પહેરીને ડ્રાઇવિંગ કરતા પકડાઈ જાઓ છો, તો ટ્રાફિક પોલીસને તમારું ચલણ કાપવાનો અધિકાર છે. મોટર વ્હીકલ એક્ટ હેઠળ આ ગુનો કરવા બદલ તમારે 1000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. ચપ્પલ ઉપરાંત, તમારે ટુ વ્હીલર ચલાવતી વખતે ખાસ ડ્રેસ કોડને પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે. ટુ-વ્હીલર ચલાવતી વખતે પેન્ટ સાથે શર્ટ કે ટીશર્ટ પહેરવું પણ જરૂરી છે, એટલે કે શરીરના ઉપરના ભાગમાં યોગ્ય કપડાં પહેરવા ફરજિયાત છે. જો તમે આ નિયમને અવગણશો તો તમારે 2000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.
નિયમોના પાલન અંગે પ્રશાસન કડક:
ગિયરવાળા ટુ-વ્હીલર ચલાવવા માટે ચપ્પલ અથવા સેન્ડલ પહેરવું સલામતીની દૃષ્ટિએ સલામત નથી અને જોખમી સાબિત થઈ શકે છે. ચંપલને કારણે અકસ્માતનો ખતરો વધી જાય છે, તેથી આ નિયમો ઘણા સમય પહેલા મંજૂર કરવામાં આવ્યા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ નિયમો વિશે બહુ ઓછા લોકો જાણે છે. હવે વિભાગ આ નિયમોને લઈને ખૂબ જ કડક છે અને વધતા અકસ્માતોને રોકવા માટે આ નિયમોનું ગંભીરતાથી પાલન કરવા તૈયાર છે. તેથી આગલી વખતે જ્યારે તમે બાઇક અથવા સ્કૂટી દ્વારા ઘરની બહાર નીકળો ત્યારે આ નિયમોનું ચોક્કસ પાલન કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.