ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના: ઈંટના ભઠ્ઠાની દીવાલ ધરાશાયી થતાં અનેક લોકો દબાયા, 6 કામદારોના મોત

Brick kiln wall collapsed in Uttarakhand: ઉત્તરાખંડના રૂરકીમાં મંગળવારે સવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. મેંગ્લોર કોતવાલીના લહાબોલી ગામમાં ઈંટોના ભઠ્ઠાની દિવાલ અચાનક ધરાશાયી( Brick kiln wall collapsed in Uttarakhand ) થઈ ગઈ. આ દરમિયાન અડધા ડઝનથી વધુ મજૂરો કાટમાળ નીચે દટાયા હતા. આ દરમિયાન છ મજૂરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે દસ મજૂરો ઘાયલ થયા હતા, જેમાંથી બેની હાલત ગંભીર છે.

મળતી માહિતી મુજબ, સવારે ઈંટો પકવવા માટેની ચીમનીમાં ઈંટો ભરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. કામદારો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. જેમાં કોઇ કંઇ સમજે તે પહેલા દિવાલ પાસે ઉભેલા કામદારો કાટમાળ નીચે દટાઇ ગયા હતા.

JCBની મદદથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા
આ ઘટનાની જાણ પોલીસને થતા એસપી પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મેંગ્લોર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જએ જણાવ્યું હતું કે, હવે પાંચ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે ત્રણ મજૂરોની હાલત ગંભીર બનતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં એક મજૂરનું મોત થયું હતું. તે જ સમયે એસએસપી અને ડીએમ પણ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થતીનો તાગ મેળવ્યો અને ગ્રામજનો સાથે વાત કરી હતી.

પરિવારના સભ્યો અને ગ્રામજનોમાં હોબાળો
મૃતકના પરિજનો અને ગ્રામજનોએ વળતરની માંગણી સાથે હોબાળો મચાવ્યો હતો. તેમજ મૃતદેહ ઉપાડવાની ના પાડી હતી. જેના કારણે ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. નજીકના પોલીસ સ્ટેશન અને કોતવાલીના દળોને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. સાથે જ જિલ્લા મેજીસ્ટ્રેટ અને એસએસપી દ્વારા ગ્રામજનોને સમજવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ ગ્રામીણ 10 થી 15 લાખ રૂપિયાના વળતરની માંગ પર અડગ રહ્યો.

લગભગ એક કલાકના હોબાળા બાદ વળતરની માંગણી સંતોષાતા ગ્રામજનોએ મૃતદેહને લીધા હતા. મૃતકોના પરિવારને વળતર તરીકે ઈંટના ભઠ્ઠા માલિક દ્વારા પ્રત્યેકને રૂ. 3.5 લાખ અને મુખ્યમંત્રી દ્વારા રૂ. 2.5 લાખની રકમની જાહેરાત કરવામાં આવી છે. આ પછી, પોલીસે પાંચેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રૂરકી સિવિલ હોસ્પિટલ મોકલી દીધા.આ છ પરિવારના પોતાના ઘરના દિપક ખોટા તેનો સમગ્ર પરિવાર શોકમગ્ન થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *