ગુજરાત(Gujarat): ગુજરાતનું રાજકારણમાં સતત હલચલ સામે આવી રહી છે. જોવામાં આવે તો એક બાજુ કોંગ્રેસ(Congress)ના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ(Hardik Patel) ભાજપના જોડાઈ શકે તેવા સંકેતો આપી રહ્યા છે. તો બીજી બાજુ નરેશ પટેલ કઈ રાજકીય પાર્ટીમાં જોડાશે તે અંગે હજુ સસ્પેન્સ જ જોવા મળી રહ્યું છે. ત્યારે આ બધાની વચ્ચે કોંગ્રેસની ડૂબતી નૈયાને તારવા માટે કોંગ્રેસના નેતાઓ દ્વારા ખુબ જ જોર લગાવવામાં આવી રહ્યું છે.
આ બધાની વચ્ચે કોંગ્રેસ દ્વારા તાપી(Tapi) જિલ્લામાં યુવા સ્વાભિમાન સંમેલનનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અનેક કોંગ્રેસી નેતાઓ હાજર રહ્યા હતા જેમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન ચાલુ યુવા સ્વાભિમાન સંમેલન દરમિયાન મંડપ ઉડી ગયો હતો.
મળતી માહિતી અનુસાર, આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા પરંતુ રાહતના સમાચાર એ છે કે, સદનસીબે કોઈને જાનહાની થઇ નહોતી. ભારે પવન આવવાને કારણે મંડપ ઉડી ગયો હતો અને નીચે પડી ગયો હતો. પરંતુ કાર્યક્રમ દરમિયાન કોઈ જાનહાની થઇ ન હતી.
આ યુવા સ્વાભિમાન સંમેલનના કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ, ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સહીત અનેક લોકો હાજર રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.