મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઇવે પર સર્જાયો ભયંકર અકસ્માત, 8 થી 10 વાહનો વચ્ચે થઇ જોરદાર ટક્કર- જુઓ વિડીયો

પુણે-મુંબઈ(Pune-Mumbai) એક્સપ્રેસ વે પર એક વિચિત્ર અકસ્માત (Accident) થયો છે. સાત-આઠ જેટલા વાહનો એકબીજા સાથે અથડાયા હતા. જેના કારણે મુંબઈ તરફ આવતો રસ્તો જામ થઈ ગયો હતો. ખોપોલી એક્ઝિટ પાસે આ વિચિત્ર માર્ગ અકસ્માત થયો હતો. સદનસીબે કોઈએ જીવ ગુમાવ્યો નથી, પાંચથી છ લોકો ઘાયલ થયા છે. તેઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અકસ્માતને કારણે વાહનવ્યવહારને માઠી અસર પહોંચી છે. પુણે મુંબઈ એક્સપ્રેસ વે પર અવારનવાર અકસ્માતો થાય છે. આ અકસ્માતમાં કુલ 11 વાહનોને તોડફોડ અને નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. છેલ્લા કેટલાક દિવસોથી પુણે-મુંબઈ હાઈવે પર પહેલા કરતા વધુ અકસ્માતો થવા લાગ્યા છે.

ગયા અઠવાડિયે જ જૂના પુણે-મુંબઈ હાઈવે પર શિંગરોબા મંદિરની પાછળ એક ખાનગી બસ ખાડામાં પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 13 લોકોના મોત થયા હતા. આ અકસ્માત બાદ આવા અકસ્માતો ટાળવા માટે એક મોટી યોજના અમલમાં મુકવામાં આવી રહી છે. આખા હાઈવે પર અંદાજે 160 કરોડ રૂપિયા ખર્ચીને સીસીટીવી મુકવાના  છે.

જૂના પુણે-મુંબઈ હાઈવે પર ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (ITMS) સ્થાપિત કરવામાં આવી રહી છે. જેનાથી અકસ્માતો પર અંકુશ મેળવી શકાય છે. વાહનવ્યવહાર વિભાગ, હાઇવે પોલીસ અને MSRDC દ્વારા અકસ્માતો ઘટાડવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ તમામ વિભાગોમાં કોમ્યુનિકેશન શરૂ થઈ ગયું છે અને આ વિભાગોના સંકલનથી અકસ્માતો નિવારણ માટેની કામગીરી શરૂ થઈ છે.

બીજી પહેલ કરવામાં આવી રહી છે તે એ છે કે પુણે-મુંબઈ એક્સપ્રેસ વે પર વાહનોની ગતિને નિયંત્રિત કરવા માટે એક સિસ્ટમ દાખલ કરવામાં આવી રહી છે. જો કોઈ વાહન નિયત લેનથી બહાર જાય તો મોનિટર રૂમમાં સાયરન વાગશે અને CCTVમાં કેદ થયેલા સંબંધિત વાહનને ટ્રેક કરી શકાશે. ITMS સિસ્ટમના વાહનોની અવરજવર સરળ, સુવ્યવસ્થિત અને શિસ્તબદ્ધ રીતે થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *