દેશમાં ફરી વખત ટ્રેન પલટાવનારી ગેંગ સક્રિય, જાણો ક્યાંની છે ઘટના?

બરેલી તરફ જતી રેલવે લાઈન પર અરાચક તત્વોએ લોખંડનો સળીયો ફસાવી દીધો. રાત્રિના સમયે જ્યારે મુસાફરોથી ભરેલી ટ્રેન પસાર થઈ તો તેનું એન્જિન આ સળિયા સાથે ટકરાયુ. જેના લીધે ટ્રેન્ડ રોકી દેવામાં આવી. ત્યારબાદ રેલવે સુરક્ષાબળ તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણકારી આપવામાં આવી. સળીયો હટાવ્યા બાદ ટ્રેન આગળ ચાલી હતી.

ઉત્તર-પૂર્વ રેલ્વેના સિનિયર સેક્શન એન્જિનિયર નેત્રપાલ સિંહે આ ઘટનાની પ્રાથમિક જાણકારી જહાનાબાદ પોલીસ સ્ટેશનમાં આપી હતી. તેમાં જણાવવામાં આવ્યું છે કે શુક્રવારની રાત્રે પીળીભીત-શાહી રેલવે સ્ટેશન વચ્ચે કોઈએ લોખંડનો સળીયો ફસાવી દીધો હતો.

લોખંડના સળિયા સાથે અથડાયા બાદ ટ્રેનને રોકવામાં આવી
પીળી ભીત થી બરેલી જતી ટ્રેન રાત્રે લગભગ 9.16 વાગ્યે ત્યાં પહોંચી તો ટ્રેક પર ફસાવવામાં આવેલો સળીયો એન્જિન સાથે અથડાયો. જેના લીધે સુરક્ષા કારણોને લીધે ટ્રેન રોકવી પડી. તેનાથી મોટી દુર્ઘટના પણ થઈ શકી હોત. કોઈ અજ્ઞાત વ્યક્તિએ જાણી જોઈને રેલ સંપત્તિ અને મુસાફરોની જાનમારીને નુકસાન પહોંચાડવાના હેતુથી ભાગ કૃત્ય કર્યું હતું.

12 એમએમ જાડો અને 25 ફૂટ લાંબો હતો સળીયો
આ ફસાવવામાં આવેલ સળીયો લગભગ 25 ફૂટ લાંબો છે અને 12 એમએમ જાડો છે. જેને ત્યાંથી હટાવીને શાહી સ્ટેશન પર સુરક્ષિત રીતે મૂકી દેવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ બાદ પોલીસે આ ઘટના અંગે સઘન તપાસ હાથ ધરી છે.