બાઈક માટે 50 હજાર ન મળ્યા તો પત્નીને whatsapp પર તલાક-તલાક-તલાક લખી દીધું, નવા કાયદા હેઠળ કેસ દાખલ થયો

તીન તલાક કાયદો બનવાના થોડાક દિવસો પછી દેશના ઘણા બધા ભાગોથી આ કાયદાઓનું ઉલ્લંધન કરનાર પર કેસ દાખલ થવાના મામલાઓ સામે આવ્યા છે. તાજો મામલો…

તીન તલાક કાયદો બનવાના થોડાક દિવસો પછી દેશના ઘણા બધા ભાગોથી આ કાયદાઓનું ઉલ્લંધન કરનાર પર કેસ દાખલ થવાના મામલાઓ સામે આવ્યા છે. તાજો મામલો મહારાષ્ટ્રના થાણે થી આવ્યો છે. એક મહિલાએ કથિત રીતે પોતાના પતિ વિરુદ્ધ મુંબ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. મહિલાનો આરોપ છે કે તેના પતિ Whatsapp પર તેને ત્રિપલ તલાક આપ્યો. હરિયાણાના મેવાતથી પણ એક વ્યક્તિ વિરુદ્ધ ત્રિપલ તલાકનો ઉલ્લંઘન કરવા બદલ કેસ દાખલ થયા નો મામલો સામે આવ્યો છે. આ બંને મામલામાં અત્યાર સુધી કોઇપણ વ્યક્તિની ધરપકડ નથી થઈ.

શું છે મામલો?

પોલીસે જણાવ્યું કે મુંબ્રા નિવાસી એક 31 વર્ષીય કથિત રીતે તીન તલાક પીડિતા એક 6 મહિનાના બાળકની માતા છે. તલાક આપ્યો તે સમયે સાત મહિનાથી ગર્ભવતી હતી. આ મહિલા અને ઇમ્તિયાઝ પટેલ બંનેના બીજા નિકાહ હતા. લગ્ન પછી ઇમ્તિયાઝ અબુધાબીમાં નોકરી કરવા ચાલ્યો ગયો. મહિલાનો આરોપ છે કે તેનો પતિ પૈસાની માંગણી કરી રહ્યો હતો. જેના કારણે મહિલાના પિતાએ કરજો લઈ પતિને બાઇક લઇ આપી હતી. પરંતુ એટલે શોષણ ન અટકતા મહિલા ઘર છોડીને પોતાના માતા-પિતા સાથે રહેવા લાગી.

તે દરમ્યાન પીડિતાને પોતાના પતિ ના બીજી મહિલા સાથેના કથિત સબંધો વિશે જાણવા મળ્યું. આવામાં બંને વચ્ચે ઝઘડો થયો તો પતિએ whatsapp પર તેને તલાક આપી દીધો. આ મામલામાં પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે,” કાયદો બન્યા બાદ મહિલા નવા અધિનિયમ હેઠળ પતિ વિરુદ્ધ મામલો દાખલ કરવા માંગે છે. જે માટે તેણે કેસ લખાવ્યો છે.”

પોલીસે કેસ લખ્યો છે :-

મહિલાની ફરિયાદ પર મુંબ્રા પોલીસે નવા અધિનિયમ હેઠળ કેસ લખી લીધો છે. આમાં પતિની માતા અને બહેન વિરુદ્ધ દહેજ લેવાનો મામલો દાખલ કરવામાં આવ્યો છે જેની તપાસ થશે. હરિયાણાના મેંવાત માં સાજીદને લગ્ન પછીના બે વર્ષ સુધી સતત દહેજ માટે હેરાન કરીને સલાઉદ્દીન દ્વારા તલાક આપવામાં આવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *