હાઈવે પર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા મજૂરોથી ભરેલ ટ્રક પલટી મારી જતા સર્જાયો ગોઝારો અકસ્માત

માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં એક ભયંકર માર્ગ અકસ્માતને લઈ હાલમાં એક જાણકારી સામે આવી છે. સુબીર તાલુકામાં આવેલ દહેર ગામમાં નરેગામાં કામ કરતાં 15 જેટલા મજૂરો પથ્થરથી ભરેલ ટ્રકમાં દબાઈ જતા સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

ડાંગ જિલ્લામાં આવેલ સુબીર તાલુકા પંચાયત હસ્તકની દહેર ગ્રામ પંચાયત દ્વારા દહેર ગામમાં જ મનરેગા યોજના હેઠળ બોરીબંધ બાંધવાનું કામ ચાલી રહ્યું હતું. આ કામમાં ગામનાં જોબકાર્ડ ધારકો મજૂરોને કામ કરવા લેવામાં આવ્યાં હતાં કે, જે કામનું દેખરેખ ગામનાં સભ્ય શુકર્યાભાઈ ડુબાભાઈ વાહુટ કરતાં હતાં. જેઓએ મનરેગામાં મજૂરી કરવા આવેલ કુલ 20 મજૂરોને ગેરકાયદેસર પથ્થર ભરવા ટ્રકમાં બેસાડી નદીમાં મોકલવામાં આવ્યા હતાં.

જયાંથી ટ્રકમાં ઓવરલોડેડ પથ્થરો ભરીને પાછા આવતી વખતે કડમાળથી દહેર ગામનાં માર્ગ પર ડ્રાઈવરે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતાં ટ્રક રસ્તાની સાઈડે પલ્ટી મારી ગઈ હતી. ટ્રકનાં પાછળનાં ભાગે બેઠેલા મજૂરો પથ્થરોમાં દબાઈ ગયાં હતા. જેને કારણે મજૂરોને નાની-મોટી ગંભીર ઈજા થતાં સારવાર માટે સુબીર સીએચસી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં.

જેમાં અમિષા ગમનભાઈ રાઠોડ, સંજુ રામચંદભાઈ ગાગોડા, અજય ગમજુ ચૌધરીની તબિયત બગડતાં તેઓને આગળની સારવાર અર્થે આહવાની જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મનરેગા યોજનામાં કામ મજૂરોને કામ લઈ જવામાં આવ્યાં હતાં તેમજ અકસ્માત સર્જાયો છે.

ઘટનામાં ઈજા પામેલ મજૂરો હોસ્પિટલમાંથી રજા લઈ ગયા હોવાનું જાણવાં મળ્યું હતું. આ બાબતે હજુ સુધી સુબીર પોલીસ સ્ટેશનમાં સરપંચ અથવા તો ગામનાં સભ્ય, તલાટી કમ મંત્રી કે TDO દ્વારા હજુ પોલીસને ફરિયાદ કરાઈ નથી પણ પોલીસને અકસ્માતની જાણ થતા પોલીસ તપાસ માટે ઘટનાસ્થળે પર ગઇ છે.

નદીએથી પરત ફરતી વખતે ટ્રક પલટી મારી ગઇ:
અમિષાબેન, અજયભાઈ અને તેમનાં પરિવારજનો સાથે વાતચિત કરતાં તેઓએ કહ્યું હતું કે, ગ્રામ પંચાયતનું નરેગા યોજના હેઠળ ગામમાં કામ ચાલી રહ્યું હતું કે, જયાં પથ્થરોની જરૂર હત. પથ્થરો લેવા માટે 15 જેટલા મજૂરોને ટ્રકમાં ભરીને નદીમાં લઈ ગયાં હતા કે, જયાંથી પથ્થરો ભરી પાછા આવતી વખતે ટ્રક પલટી મારી જતાં અમે દબાઈ ગયાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *