બાંદા (Banda)માં ઝાંસી-મિર્ઝાપુર નેશનલ હાઈવે(Jhansi-Mirzapur National Highway) પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં બે મિત્રોના કરુણ મોત નીપજ્યાં હતા. બંને બેંકમાંથી ડ્યુટી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. રસ્તામાં એક ઝડપી બેકાબૂ ટ્રકે તેમને કચડી નાખ્યા હતા. માહિતી મળતાં, પોલીસે અકસ્માતનો ભોગ બનેલા બંનેને હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાં ડૉક્ટરોએ તેમને જોતાં જ મૃત જાહેર કર્યા. ઘટના બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
મળતી માહિતી અનુસાર, આ ઘટના શહેર કોતવાલીના ડીંગવાહી ગામની છે. જ્યાં અતરાના બે મિત્રો શિવમ અને ઉત્કર્ષ બાંદાની બેંકમાં નોકરી કરતા હતા. જેમાં એક કોમ્પ્યુટર ઓપરેટર અને બીજો ફિલ્ડ વર્કર હતો. શુક્રવારે મોડી સાંજે બંને રાબેતા મુજબ પોતાની ફરજ બજાવીને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે નેશનલ હાઈવે પર એક ઝડપી ટ્રકે તેમને કચડી નાખ્યા હતા.
આ અકસ્માતમાં બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જેને પગલે મુસાફરોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવીને હોસ્પિટલ મોકલી આપ્યો હતો. આ ઘટનાના કારણે મૃતકના સ્વજનોની હાલત ખુબ જ ખરાબ થઇ ગઈ છે. મૃતક શિવમ બે જોડિયા ભાઈઓમાં નાનો હતો. માંદગીના કારણે પિતાનું અવસાન થઈ ચૂક્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.