મોદી સરકાર તરફથી અત્યાર સુધી ૩ મે બાદની પરિસ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી નથી, પરંતુ ગૃહ મંત્રાલયે એ ટવીટમાં સંકેત આપ્યા છે કે આવનારા સમયમાં lockdown ચાલુ રહી શકે છે. પરંતુ કેટલીક જગ્યાએ રાહત પણ આપવામાં આવશે. હકીકતમાં બુધવારે ગૃહ મંત્રાલયની મીટિંગ થઇ. આ મીટીંગ બાદ ગૃહ મંત્રાલય ટ્વિટ કરતાં લખ્યું કે, દેશમાં lockdown નો ખૂબ ફાયદો મળી રહ્યો છે અને પરિસ્થિતિ ઝડપથી સુધરી રહી છે.
સાથે સાથે એ પણ કહેવામાં આવ્યું કે lockdown નો ફાયદો મળી રહ્યો છે એટલા માટે આપણે ત્રણ મે સુધી તેનું કડકાઇથી પાલન કરવાનું રહેશે. જોકે તેના બાદ ગૃહ મંત્રાલય તરફથી વધુ એક ટ્વીટ કરવામાં આવ્યું. જેમાં કહેવામાં આવ્યું કે lockdown ના નવા દિશાનિર્દેશ 4 મે જાહેર સુધી જાહેર થશે. પરંતુ 4 મે બાદ લોકોને રાહત જરૂર થી આપવામાં આવશે. જેથી દેશમાં લોકો પોતાના કામ કરી શકે.
New guidelines to fight #COVID19 will come into effect from 4th May, which shall give considerable relaxations to many districts. Details regarding this shall be communicated in the days to come.#Corona Update#StayHomeStaySafe @PMOIndia @HMOIndia @MoHFW_INDIA
— Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) April 29, 2020
માનવામાં આવી રહ્યું છે કે ચાર મે બાદ એ વિસ્તારોમાં છૂટ આપવામાં આવશે જ્યાં છેલ્લા ૨૮ દિવસોમાં એક પણ કોરોના નો કેસ નથી નોંધાયો.આ ઉપરાંત ઓરેન્જ ઝોન એટલે કે જે વિસ્તારમાં ૧૪ દિવસથી કેસ નથી આવ્યો ત્યાં પણ લોકોને રાહત આપવામાં આવશે. પરંતુ રેડ ઝોન વાળા ક્ષેત્રોમાં lockdown માં રાહત નહીં મળે. સરકારે સાફ કર્યું છે કે hotspot ઝોનમાં કોઈપણ પ્રકારની ઢીલ આપવામાં નહીં આવે. જેથી કોરોનાવાયરસ વધારે ન ફેલાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news