હાલમાં એક અજીબો-ગરીબ કિસ્સો સામે આવ્યો છે. રવિવારે એક ખાનગી હોસ્પિટલમાં એક મહિલાએ આવી જોડિયા છોકરીઓને જન્મ આપ્યો છે જેમના બે માથા અને ત્રણ હાથ પણ એક શરીર છે. ડોક્ટરોએ માહિતી આપી કે, તે એક દુર્લભ તબીબી સ્થિતિ છે. બાળકીનો જન્મ ગરીબ પરિવારમાં થયો છે અને સ્ત્રી બીજી વાર માતા બની છે. છોકરીઓના બન્ને માથા સંપૂર્ણપણે વિકસિત છે.
હોસ્પિટલના બાળ ચિકિત્સક ડો.દેબાશિષ સાહુએ જણાવ્યું હતું કે, નવજાત બંને મોંથી ખોરાક લે છે અને તેના બે નાક છે. જોડિયા બહેનો એકબીજા સાથે જોડાયેલા છે અને તેમના શરીર એક છે. તેના ત્રણ હાથ અને બે પગ છે. નવજાતનો જન્મ ઓપરેશન દ્વારા ખાનગી હોસ્પિટલમાં થયો હતો અને બાદમાં તેને જિલ્લા મુખ્યાલયની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
આવા કેસો પહેલા પણ આવી ચૂક્યા છે: ડોક્ટર
આ પહેલા મધ્યપ્રદેશના વિદિશા અને દેવાસમાં પણ આવા બાળકોનો જન્મ થયો છે. તે જ સમયે, વિશ્વના ઘણા શહેરોમાં આવા દુર્લભ કેસ નોંધાયા છે. પીડિઆટ્રિક સર્જરી જર્નલમાં પ્રકાશિત એક સંશોધન પેપર મુજબ, તેમાંના માત્ર 11% ને માત્ર એક ધડ છે પરંતુ બે માથા છે આવા બાળકોમાં બે થી ચાર હાથ જોવા મળે છે. એક ધડ પર બે માથાવાળા બાળકોને ‘ડેકેપલ પેરાપેગસ’ કહેવામાં આવે છે. આમાં, છાતીનો નીચેનો ભાગ એક છે પરંતુ તેના બે માથા જોવા મળે છે. આવા કિસ્સામાં જન્મેલી યુવતીઓ સાથે ત્રણ હાથ હોવા સામાન્ય છે.
શા માટે જન્મે છે બે માથા અને એક ધડ વાળા બળકો?
હકીકતમાં, ગર્ભ ધારણના થોડા અઠવાડિયા પછી જ્યારે જોડિયા બાળકના વિકાસની પ્રક્રિયા મધ્યમાં અટકી જાય છે, તે જ પરિસ્થિતિમાં આવા બાળકોનો જન્મ થાય છે. ગર્ભાવસ્થાના થોડા અઠવાડિયા પછી જોડિયા બનાવવા માટે ભાગલા શરૂ થાય છે. પરંતુ જ્યારે આ પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલાં અટકી જાય છે. ત્યારે જ એક જ શરીરમાં જન્મેલા બે બાળકોના કિસ્સાઓ સામે આવે છે.
ડોકટરોનું માનવું છે કે, 50 હજારથી એક લાખ કેસોમાં આ ફક્ત એક જ વાર આવી ઘટના બને છે. તે જ સમયે, આવા બાળકોને અલગ પાડવાના ઓપરેશનમાં સફળતા તેના પર નિર્ધારિત છે કે, બાળકનો કયો ભાગ જોડાયેલ છે. ઘણી વાર જ્યારે બે માથા અને એક ધડ હોય છે, ત્યારે શરીરના બધા ભાગો બંને માટે સાથે કામ કરે છે. યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડિકલ સેન્ટર અનુસાર, આવી સર્જરીમાં 75% કેસમાં બેમાંથી એક બાળકને બચાવવામાં સફળ થાય છે. આ સમગ્ર ઘટના ઓડિશાના કેન્દ્રપરા જિલ્લામાં બનાવા પામી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.