સમગ્ર દેશમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. જેને કારણે અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ એક માર્ગ અકસ્માતની જીવલેણ ઘટનાને લઈ સમાચાર સામે આવી રહ્યાં છે. છોટાઉદેપુર જિલ્લામાં આવેલ બોડેલીના હાલોલ રોડ પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો.
પૂરપાટ જઈ રહેલ કારે કુલ 4 લોકોને અડફેટે લીધા હતા. જેમાં કુલ 2 બાળક સહિત કુલ 2 મહિલાને ગંભીર ઇજા પહોંચતાં એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે કુલ 3 લોકોને સારવાર આપવામાં આવી રહી છે.
કાર હાઇ ટેન્શન લાઈનના વીજ થાંભલા સાથે અથડાઈ :
બોડેલીના હાલોલ રોડ પર મેલડી માતાનાં મંદિર નજીક બાળકો રમી રહ્યાં હતાં ત્યારે બે મહિલા ત્યાં હાજર હતી. આ સમયે પૂરપાટ ઝડપે જઈ રહેલ કારે 2 મહિલા તથા 2 બાળકને અડફેટે લીધાં હતાં. અકસ્માતમાં કુલ 4 લોકો ફંગોળાઈ ગયાં હતાં. માતેલા સાંઢની જેમ દોડતી કાર હાઇ ટેન્શન લાઈનના વીજ થાંભલા સાથે અથડાઇ હતી.
એક મહિલાને ગંભીર ઇજાઓ થતા આગળની સારવાર માટે વડોદરામાં લઈ જવામાં આવી હતી, જ્યાં સારવાર વખતે મોત નીપજ્યું હતું. કારચાલકે ગંભીર અકસ્માત કરતાં લોકોનાં ટોળેટોળાં એકત્ર થઈ ગયાં હતાં તેમજ બોડેલી પોલીસને જાણ કરવામાં આવી હતી. આની સાથે જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle