સત્સંગમાં જતા બે સગા ભાઈઓને નશા તસ્કરોની ગાડીએ કચડ્યા, એકનું મોત

પટિયાલામાં(Patiala) જુલકાં(Julkan) પોલીસ સ્ટેશન હેઠળ આવતા ગામ ઘડામ(Ghadam) પાસે પોલીસને જોઈને દોડી આવેલા ડ્રગ્સ સ્મગલરોએ બે યુવકોને તેમના ઝડપી વાહનથી કચડી નાખ્યા હતા. ગંભીર રીતે ઘાયલ એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજાનું પીજીઆઈ ચંદીગઢ(Chandigarh) લઈ જતાં રસ્તામાં મોત થયું હતું. બંને યુવકો એકબીજાના પિતરાઈ ભાઈ હતા. પોલીસે ઘટના બાદ ભાગી ગયેલા સ્મગલરોની કારની તલાશી લેતા તેમાંથી મોટા પ્રમાણમાં ડોડા ખસખસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બંને દારૂના સ્મગલરો સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલમાં પોલીસ આરોપીઓને પકડવા માટે સ્થળે-સ્થળે દરાડો પાડી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર, શુક્રવારે રાત્રે સન્નૌર વિસ્તારમાં જુલકાં પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારમાં પોલીસના વાહનો પેટ્રોલિંગમાં હતા. પોલીસના આ વાહનોને જોઈને બે ડ્રગ સ્મગલરો તેમની સફેદ રંગની એક્સયુવી કાર લઈને ભાગી ગયા હતા. રસ્તામાં ઘડામ ગામના પેટ્રોલ પંપ પાસે, એક ઝડપી એક્સયુવી ગાડીમાં સવાર નશાના સ્મગલરો સામેથી આવી રહેલા બે મોટર સાયકલ પર સવાર યુવકોને કચડી નાખ્યા અને દૂર સુધી ખેંચતા ગયા હતા. આગળ જતાં વાહનએ સંતુલન ગુમાવ્યું હતું અને તે ડાબી બાજુના ખેતરોમાં ઉતરી ગઈ.

ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત કારને સ્થળ પર જ છોડીને બંને સ્મગલરો ડાંગરના ખેતરમાંથી ભાગી ગયા હતા. બીજી બાજુ, સ્થળ પર એકઠા થયેલા લોકોએ તાત્કાલિક ગંભીર રીતે ઘાયલ યુવકો રમનપ્રીત સિંહ (19) અને તેના પિતરાઈ ભાઈ ગુરસેવક સિંહ (22) બંને પટિયાલાની સરકારી રાજીન્દ્રા હોસ્પિટલમાં દાખલ કર્યા. ત્યાં ડોક્ટરોએ રમનપ્રીત સિંહને મૃત જાહેર કર્યો, જ્યારે ગુરસેવક સિંહને પીજીઆઈ ચંદીગઢમાં રિફર કરવામાં આવ્યા, પરંતુ તેનું રસ્તામાં જ મોત થયું હતું.

મૃતક યુવકના સંબંધી સુખવિંદર સિંહે જણાવ્યું કે રમનપ્રીત સિંહ અને ગુરસેવક સિંહ તેના ભત્રીજા હતા. બંને સત્સંગમાં જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં આ દુઃખદ ઘટના બની. તેણે જણાવ્યું કે રમનપ્રીત સિંહ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરી રહ્યો હતો.

ઘટના બાદ ઘટનાસ્થળેથી ભાગી ગયેલા ડ્રગ્સ સ્મગલરોની ઓળખ હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી અને લવપ્રીત સિંહ ઉર્ફે લવલી તરીકે થઈ છે. બંને સગા ભાઈઓ છે અને જુલકાં પોલીસ સ્ટેશન હેઠળ આવતા મકબૂલપુર ભૈણી ગામના રહેવાસી છે. ડીએસપી (ગ્રામીણ) ગુરદેવ સિંહ ધાલીવાલે જણાવ્યું કે તસ્કરોના વાહનમાંથી 140 કિલો ડોડે ખસખસ મળી આવ્યા છે. જુલકાં પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, પરંતુ હાલ બંને ફરાર છે. જેની શોધ ચાલુ છે અને ટૂંક સમયમાં બંને ઝડપાઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *