બે ડોક્ટર મહિલાને એકબીજા સાથે થયો પ્રેમ- પરિવારની હાજરીમાં કરી સગાઇ અને ટૂંક સમયમાં જ શરુ કરશે દાંપત્ય જીવન

બે ડોક્ટર મહિલાઓને એક બીજા સાથે પ્રેમ થઇ જતા બંને મહિલાઓએ પરિવારના લોકોની હાજરીમાં સગાઈ કરી અને થોડા સમયમાં લગ્ન કરીને તેમનું નવું આગળનું દામ્પત્ય જીવન ચાલુ કરશે. આજકાલ સજાતીય લગ્ન પ્રસંગના ઘણાં કિસ્સાઓ સામે આવી રહ્યા છે. બે યુવકો અથવા બે યુવતીઓ એક બીજા સાથે લગ્ન કરતા હોય છે. કઈક આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રના નાગપુરમાંથી સામે આવ્યો છે.

નાગપુરમાં બનેલા આ કિસ્સામાં બંને યુવતીઓ એકબીજા સાથે લગ્નગ્રંથીમાં જોડાવાનું નક્કી કર્યું હતું. બંને વર્ષ 2013 થી એકબીજાની સાથે જ હતી. બંને યુવતીઓ સુરભી અને પારવ ડોક્ટર હતી. તે બંને નાગપુરમાં જ રહેતી હતી. સુરભી અને પારવે પરિવારની ઇચ્છા અને ખુશીથી એક બીજા સાથે સગાઈ કરી અને થોડા જ દિવસોમાં બંનેના લગ્ન પણ ગોવામાં યોજાયા છે.

બંનેના લગ્નથી પરિવારના લોકો ખુબ જ ખુશ હતા અને લગ્નની તૈયારીઓ પણ ખુબ જ જોરોશોરથી ચાલતી હતી. બંને લાંબા સમયથી એકબીજાની સાથે જ હોવાથી પરિવારના લોકોથી કોઈ વાત છુપી ન હતી. આટલું જ નહી પરંતુ પરિવારના લોકોએ પણ સુરભી અને પારવનો સાથ આપ્યો અને લગ્ન નક્કી કર્યા હતા.

બંનેના પરિવારે લગ્ન માટે તૈયાર હોવાથી બંને યુવતીઓએ રિંગ સેરેમનીનું આયોજન પણ કર્યું હતું. અને હવે લગ્ન પણ ટૂંક સમયમાં જ છે. આ પહેલા પણ બે ભારતીય યુવાનોએ અમેરિકાના ન્યુ જર્સીમાં બંનેએ પરિવારજનોની મરજીથી લગ્ન કર્યા હતા. હાલ આ બંને યુવતીની સગાઇથી પરિવારજનો પણ ખુબ જ ખુશ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *