અકસ્માત (accident)ની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જ જાય છે. ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. જાણવા મળ્યું છે કે, તા.13/8ના રોજ ભાવનગર(Bhavnagar) જિલ્લાના વલ્લભીપુર-ઉમરાળા હાઇવે(Vallabhipur-Umrala Highway) રોડ પર રાત્રિના સમયે લક્ષ્મી પેટ્રોલ પંપ(Lakshmi Petrol Pump) પાસે કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના ત્રણ સહિત ચાર લોકોનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.
એક જ પરિવાર ના ત્રણ સભ્યનાં મોત:
મળતી માહિતી અનુસાર, અમરેલીનો આહીર પરિવાર સુરતથી સાતમ-આઠમના તહેવારમાં વેકશન મનાવવા ગામડે આવી રહ્યા હતા, આ દરમિયાન વલભીપુરથી ઉમરાળા હાઈવે પર લક્ષ્મી પેટ્રોલ પંપ નજીક એક ડમ્પરની પાછળની સાઈડમાં કાર અથડાતાં પરિવારના ત્રણ સભ્યનાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આમ, અકસ્માતમાં ચારનાં મોત થયાં હતાં.
ભાવનગરના લક્ષ્મી પેટ્રોલપંપ પાસે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થતાં એક જ પરિવારમાં ચાર લોકોના મોત#gujarat #ગુજરાત #bhavanagar #ભાવનગર #acident #અકસ્માત #મોત #પેટ્રોલ_પંપ #CCTV #news #trishul_news #Breaking_News_with_latest_news pic.twitter.com/XuGAWZg7lN
— Trishul News (@TrishulNews) August 16, 2022
આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાઈ છે કે, બે ડમ્પરચાલકો હાઇવે પર ઊભા રહીને એકબીજા સાથે વાતચીત કરે છે, ત્યારે ફોર-વ્હીલર ગાડીમાં સવાર પરિવાર ટ્રક પાછળ ઘૂસી જાય છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, લાશોને બહાર કાઢવા માટે કારનાં પતરાં તોડવા પડ્યાં હતાં. આ અકસ્માતના પગલે હાઈવે મરણચીસોથી ગુંજી ઊઠ્યો હતો.
મૃતકના મોટા ભાઈએ ફરિયાદ નોંધાવી:
આ બનાવે અંગે મૃતકના મોટા ભાઈ સામંત ભાભલુભાઈ ભૂવાએ વલ્લભીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે, મૃતકોમાં મારો નાનો ભાઈ જીલુ તેની પત્ની ગીતા, તેનો પુત્ર શુભમનો સમાવેશ થાય છે. હાલ આ અંગે પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.