ગંભીર બેદરકારી! વડોદરામાં પુરપાટ ઝડપે દોડતી સ્કૂલ વાનમાંથી બે વિદ્યાર્થીનીઓ નીચે પટકાઇ, જુઓ વિડીયો

Vadodara Schoolvan News: રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે વિવિધ વિભાગો માટે ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં આરટીઓ વિભાગને પણ જરૂરી સૂચનાઓ આપી છે અને સ્કૂલ વાનમાં ભરચક ભરવામાં આવતા બાળકો સામે કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું. તાજેતરમાં વડોદરા(Vadodara Schoolvan News) પોલીસે આ અંગે ગણતરીના દિવસ માટે સ્કૂલ વાનો માટે ચેકિંગ કરીને કાર્યવાહી કરી હતી. ત્યારબાદ ફરી પાછું જેસે તે પરિસ્થિતિ થઈ ગઈ છે. કારણકે જાડી ચામડીના લોકોને જાણે કે કોઈ ફર્ક જ ના પડતો હોય તેવું લાગી રહ્યું છે.

સ્કૂલવાનમાં જતા બાળકોના મુદ્દે સવાલ
સ્કૂલ શરૂ થતાં બાળકોને ઘરે મૂકવા જતી સ્કૂલ વાનમાંથી બે વિદ્યાર્થીની પાછળના દરવાજેથી નીચે પટકાતા ઘસડાઈ હતી. જેને કારણે તેઓને ગંભીર ઈજા પહોંચી હતી. આ સીસીટીવી કઈ સોસાયટીનો છે તેની માહિતી મળી નથી. પરંતુ બગીખાના વિસ્તારની સ્કૂલના વિદ્યાર્થીઓને મુકવા સ્કૂલ વાન જતી હતી તેવી પ્રાથમિક માહિતી બહાર આવી છે. ત્યારે આ ઘટનાથી સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષામાં જતાં બાળકોની સુરક્ષા મુદ્દે પણ સવાલો ઉઠ્યા છે. સ્કૂલવાન સોસાયટીમાંથી બહાર નીકળતી હોવાના કારણે અકસ્માત અટક્યો હતો.જો કે આ ઘટના કોઇ રસ્તા રસ્તા પર બની હોય તો મોટી દૂર્ઘટના પણ સર્જાઇ શકી હોત. આ વાયરલ વીડિયોની જીએસટીવી પુષ્ટિ કરતું નથી.

અગ્નિકાંડ બાદ નામની કામગીરી આવી સામે
આ વિડીયો વાયરલ થતા વિદ્યાર્થીઓના સલામતીના દાવાની પોલ ખોલતી ઘટના સામે આવી છે. જ્યારે આ ઘટના જોતાં જ સોસાયટીના આસપાસના લોકો આ બે વિદ્યાર્થીનીની મદદ આવ્યા હતા. જો કે ઘટના કયા વિસ્તારની છે ને કઇ સ્કૂલના બાળકો છે તે જાણવા મળ્યું નથી જો કે મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના બાદ સરકારે આ ઘટનાના તપાસના આદેશ પણ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, આરટીઓ અને ટ્રાફિક વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના સલામતીને લઇને ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. જેના વિરોધના સ્કૂલવાન ચાલકોએ હડતાળ પાડી હતી. જો કે ત્યાર બાદ હડતાળ પરત ખેંચી હતી.

‘ક્યાં છે આમ બાળકોની સલામતી…’
આ અંગે નજરે જોનારએ જણાવ્યું હતું કે, મારી સામે જ બે વિધાર્થીનીઓ સ્કૂલ વાનમાથી નીચે પટકાઈ હતી અને વિધાર્થીનીઓને નાની મોટી ઇજાઓ થતા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. તેમજ સ્કૂલવાન ચાલકની સ્પિડ વધારે હતી એટલે વિધાર્થીનીઓને ઈજા પહોચી છે.

સમગ્ર ઘટનામાં વાન ચાલકની બેદરકારી હોવાનું સ્થાનીકએ જણાવ્યુ હતુ. સાથે જ આગળ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા મોટા મોટા સલામતીના ફાંકા તો મારવામાં આવે છે. પરંતુ દર વખતની જેમ તંત્ર ફાંકા મારવામાં હોશિયાર હોય તેવું લાગી રહ્યું છે, કારણકે આ વિડીયો જોઈને લોકો એક જ સવાલ પૂછે છે કે ક્યાં છે આમ બાળકોની સલામતી…