આજકાલ અવારનવાર કિસ્સાઓ સંભાળવા મળી રહ્યા છે. ત્યારે જાણવા મળ્યું છે કે, બે યુવકોએ સંબંધોનો લઈને શર્મશાર કરતું પગલું ભર્યું હતું. આ બંને મિત્રોને પોત પોતાની પત્નીને છોડીને એકબીજાની પત્નીના પ્રેમમાં પડી ગયા હતા. મળતી માહિતી અનુસાર બંનેને એકબીજાની પત્ની સાથેના આ અફેરની વાત ખબર હતી. આ બંને મિત્રોએ પોતપોતાની પત્નીઓ બદલવાનું પણ નક્કી ક્ર્હ્યું હતું. જયારે બંને મિત્રોએ ફક્ત એકબીજાની પત્ની જ નહિ એકબીજાની લગ્ન પણ કર્યા છે. તેમજ જાણવા મળ્યું છે કે, આ પ્રેમ પ્રેકરણમાં એક મિત્રએ પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો હતો.
મળતી માહિતી અનુસાર આ બનાવ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાનો છે. બંને મિત્રોને એક બીજા સાથે પ્રેમ થવાના કારણે માંગીલાલે પોતાની પત્નીના લગ્ન હેમરાજ સાથે કરાવી પણ દીધા છે. જયારે આ ઘટના બાદ બંને વચ્ચે ઝગડો થવાના કારણે માંગીલાલે ગળેફાંસો ખાય પોતાનો જીવ ટૂંકાવ્યો હતો.
તેમજ મૃતકના પિતરાઈ ભાઈ સોહન ટેલરે દ્વારા વધુમાં જાણવા મળ્યું છે કે, 25 વર્ષીય માંગીલાલના લગ્ન કૃષ્ણાબાઈ નામની યુવતીસાથે 2011માં કરવામાં આવ્યા હતા. તેમજ લગ્નના આઠ દિવસ પછી માંગીલાલના પિતાનું મોત થઇ ગયું હતું. પિતાના મૃત્યુ પછી માંગીલાલ તેની પત્ની સાથે છાપીહેડામાં રહેતો હતો. તેમજ તેમને દોઢ વર્ષીય દીકરી પણ છે. જયારે અહીં પડોશમાં રહેનારા હેમરાજ તથા માંગીલાલ બંને મિત્ર હતા. જયારે થોડા સમય પછી હેમરાજ તથા કૃષ્ણા વચ્ચે અફેર થઇ ગયું હતું. માંગીલાલને આ અફેરની જાણ થવાથી તેણે 2014માં કૃષ્ણા તથા હેમરાજના લગ્ન કરાવી આપ્યા હતા. મળતી માહિતી અનુસાર માંગીલાલે ‘ઝઘડા પ્રથા’ હેઠળ હેમરાજની પાસેથી દોઢ લાખ રૂપિયા લીધા અને હેમરાજ તેની જૂની પત્ની મમતા અને નવી પત્ની કૃષ્ણા સાથે રહેતો હતો.
હેમરાજની પત્ની પ્રત્યે માંગીલાલનો પ્રેમ:
પ્યારના સંબધની જાણ થતા હેમરાજે માંગીલાલ પાસેથી રૂપિયા માંગ્યા હતા અને માંગીલાલ પૈસા દેવા તૈયાર પણ થઇ ગયો હતો. હેમરાજે માંગીલાલ પાસેથી ત્રણ લાખ રૂપિયાની ડિમાન્ડ કરી હતી. જયારે આ રૂપિયા દેવાની ના પાડવામાં આવી તો તેણે તેના ભાઈ સાથે મળીને માંગીલાલને માર માર્યો. ત્યાર બાદ તેણે છાપીહેડાના મકાન પર પણ કબજો કર્યો હતો. તેમજ વધુમાં જાણવા મળ્યું છે કે, જયારે પણ હેમરાજ માંગીલાલને મળતો ત્યારે તે માંગીલાલને મારતો હતો.
કઈ રીતે કરી આત્મહત્યા?
મળતી માહિતી અનુસાર માંગીલાલ જયારે બારથી ઘરે આવ્યો તે દરમિયાન સીધો પોતાના રૂમમાં ગયો હતો. જયારે તે બીજા દિવસે સવાર તેની રૂમની બહાર ન આવ્યો અત્યારે પરિવારે તેના રૂમની બારીમાંથી જોયું તો પરિવાર જાણ થઇ કે તે પંખા સાથે લટકી રહ્યો હતો. પરિવાર દ્વારા આ અંગે પોલીસ જાણ કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ બાદ પોલીસ દ્વારા માંગીલાલના મૃતદેહને પરિવારને આપવામાં આવ્યો હતો. તેમજ હાલમાં આ કેસની વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.