ભયંકર માર્ગ અકસ્માતમાં બહેનની નજર સામે મોતને ભેટ્યો વહાલો ભાઈ, કાર અને બાઈકના કુરચે-કુરચા નીકળી ગયા

Two Killed In Car Bike Accident In Rajasthan: આબુ રોડ (Abu Road) ના સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત કિવરલી પાસે શનિવારે રાત્રે 9 વાગ્યે એક…

Two Killed In Car Bike Accident In Rajasthan: આબુ રોડ (Abu Road) ના સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત કિવરલી પાસે શનિવારે રાત્રે 9 વાગ્યે એક માર્ગ અકસ્માતમાં બે યુવકોના મોત થયા હતા, ત્યારે એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. એસઆઈ કુયારામે જણાવ્યું કે, કિવરલી નજીક રહેતા દિનેશ પ્રજાપતના પુત્ર અલ્પેશ (ઉંમર વર્ષ 27) તેની બહેન અંજુ (ઉંમર વર્ષ 22) પત્ની કિશન પ્રજાપત સાથે પિંડવાડાથી તેમના ઘરે જઈ રહ્યો હતો ત્યારે કિવરલી નજીક પાછળથી આવતી એક ઝડપી કારે બાઇકને જોરથી ટક્કર મારતાં તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયંકર હતો કે અથડાયા બાદ સ્પીડમાં આવતી કાર ત્રણથી ચાર વખત રોડ પર પલટી મારીને રોડની બીજી બાજુએ પડી હતી.

અકસ્માતમાં કારને ખુબજ નુકસાન થયું હતું, આ અકસ્માતમાં કાર સવાર શંકરભાઈ (ઉંમર વર્ષ 24) રહે. ઈકબાલગઢ ગુજરાતનું મોત થયું હતું. અકસ્માત બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને એમ્બ્યુલન્સ અને પોલીસને ઘટનાની જાણ કરી હતી.

માહિતી બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલ અલ્પેશ અને અંજુને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં અવાય હતા. જ્યાં અલ્પેશનું સારવાર દરમિયાન મોત થયું હતું ત્યારે બહેન અંજુની સારવાર ચાલી રહી છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલના મોર્ચરીમાં રાખ્યા છે. ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ સગાસંબંધીઓને કરવામાં આવી હતી. અલ્પેશના મોત બાદ ઘરમાં ખુબજ દુઃખની લાગણી છવાય છે.

દિવાળી પછી લગ્ન થવાના હતા
જણાવી દઈએ કે બાઇક સવાર અલ્પેશ ઘરનો એકમાત્ર પુત્ર હતો જે તેની બહેન સાથે પિંડવાડાથી તેના ઘરે જઈ રહ્યો હતો. લેલી માહિતી અનુસાર અલ્પેશ અમદાવાદમાં ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો, 3 દિવસ પહેલા જ ઘરે આવ્યો હતો. અલ્પેશ દિવાળી પછી લગ્ન કરવાનો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *