મોર્નિંગ વોક પર નીકળેલા બે લોકોને નબીરાએ કારથી હવામાં ઉછાળ્યા, 1 નો ભોગ લેવાયો: જુઓ લાઈવ વિડિયો

Bijnor hit and run: ઉત્તર પ્રદેશના બીજનોર જિલ્લામાં શુક્રવારે મોર્નિંગ વોક પર નીકળેલા 2 લોકોને દેહાત પોલીસ સ્ટેશન વિસ્તારના પીતનહેડી રોડ પર પૂરપાટ ઝડપે આવતી ગાડીએ પાછળથી ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટના મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય એક (Bijnor hit and run) વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો છે. જાણકારી મળતા જ પોલીસે લાશને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે અને ઘાયલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

તેમજ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી અને હવે તેનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. ક્લીપમાં જોઈ શકાય છે કે કઈ રીતે કારએ ઝડપનો કહેર વરસાવતા ચાલી રહેલા બંને લોકોને પાછળથી ટક્કર મારી, જેનાથી એક યુવક ફંગોળાઈને લગભગ 5 મીટર દૂર જઈને પડ્યો હતો. દુર્ઘટના બાદ વાહન ચાલક રોકાયા વગર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સ્થાનિક લોકોએ તરત જ પોલીસને આ ઘટના અંગે જાણકારી આપી હતી અને ઘાયલને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરે એક યુવકને મૃત જાહેર કર્યો હતો, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા એક અન્ય વ્યક્તિને ઈલાજ માટે મોટી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો હતો. પોલીસે આરોપી કારચાલકની શોધખોળ શરૂ કરી દીધી છે.

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે સીસીટીવી ફૂટેજના આધારે કાર અને કારચાલકની ઓળખ કરવામાં આવી રહી છે. આ ઘટના બન્યા બાદ સ્થાનિક લોકોમાં પણ ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમણે પ્રશાસન પાસે મોર્નિંગ વોક માટે નીકળતા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને બેકાબું વાહનો પર સખત કાર્યવાહી કરવાની માંગ મૂકી છે.