ગોંડલમાં વહેલી સવારે બે માળનું મકાન ધરાશાયી, એક જ પરિવારના 3 દબાયા, એકનું મોત

Gondal building collapses: ગોંડલમાંથી આઘાતજનક સમાચાર સામે આવ્યા છે.ગોંડલમાં એક મકાન ધરાશાયી થયું છે. આજે વહેલી સવારે 7 વાગેની આસપાસ ગોંડલમાં બે માળનું મકાન (Gondal building collapses) રિનોવેશન દરમિયાન ધરાશાયી થતા લગભગ 3 વ્યક્તિઓ દટાયા હતા. મકાન ધરાશાયી થવાની ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.જો કે કમનસીબે મકાનના કાટમાળ નીચે દટાઇ જવાથી 1 મહિનાનું મોત થયું છે.

કાટમાળ નીચે દબાઈ જતા એક મહિલાનું થયું મોત
પ્રાપ્ત માહિતી મુજબ ગોંડલમાં આજે સવારે 7 વાગેની આસપાસ સહજાનંદ નગરમાં બે માળનું મકાન રિનોવેશન દરમિયાન ધરાશાયી થયું છે. મકાન ધરાશાયી થતા 3 વ્યક્તિઓ કાટમાળ નીચે દટાયા હતા, જેમા 1 પુરુષ અને 2 મહિલા હોવાનું કહેવાય છે. જો કે કમનસીબે 40 વર્ષની એક મહિલાનું કાટમાળ નીચે દબાઇ જવાથી મોત થયું છે. અન્ય બે વ્યક્તિને બચાવી સારવાર માટે હોસ્પિટલ ખસેડાવામાં આવ્યા છે.

ફાયર બ્રિગેડ અકસ્માતસ્થળ પર પહોંચી બચાવ કામગીરી શરૂ કરી
ગોંડલમાં મકાન ધરાશાયી થવાની જાણ થતા જ ફાયરબ્રિગેડની ટીમ બચાવ કામગીરી માટે ઘટના સ્થળે પહોંચી ગઇ છે. ફાયરબ્રિગેડ દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ કરી દીધું હતું. મકાન ધરાશાયી થવાના સમાચાર ફેલાતા મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઉપરાંત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.