Hanuman Mandir in Dandi: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ તેના ઐતિહાસિક વારસા અને અદ્ભુત સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે. આ શહેરની ધરોહરમાં એક મંદિર પણ સામેલ છે, જ્યાં ભગવાન હનુમાન તેમના પુત્ર મકરધ્વજ સાથે બિરાજમાન છે. આ મંદિર (Hanuman Mandir in Dandi) લખનૌના મુખ્ય ધાર્મિક સ્થળોમાંથી એક છે. આ અંગે મંદિરના મહંત સ્વામી હંસાનંદ મહારાજે જણાવ્યું હતું કે, આખા ભારતમાં માત્ર બે જ મંદિર છે, જ્યાં હનુમાનજી તેમના પુત્ર સાથે વિરાજમાન છે અને તેમાંથી એક લખનૌમાં આવેલું છે.
મગરમચ્છે હનુમાનજીનો પરસેવો પીધો હતો
હનુમાનજી બ્રહ્મચારી હતા અને તેમણે લગ્ન કર્યા ન હતા. તેમ છતાં, તેમના પુત્ર હોવાની વાર્તા છે. કથા અનુસાર એક વખત યાત્રા દરમિયાન હનુમાનજી સમુદ્રમાં સ્નાન કરી રહ્યા હતા. આ દરમિયાન એક માદા મગરમચ્છે હનુમાનજીનો પરસેવો પીધો હતો. પરિણામે માદા મગરે ગર્ભધારણ કર્યો હતો. આ મગરીની કુખે જન્મેલા બાળકને હનુમાનજીના પુત્ર મગધ્વજ માનવામાં આવે છે.
મંદિરની ગાથા
મહંતના કહેવા પ્રમાણે, હનુમાનજીએ કરેલી તપસ્યાને મગરધ્વજમાં સ્થાનાંતરિત કરવામાં આવી હતી. મગરધ્વજ અત્યંત શક્તિશાળી હતો અને તેનો ઉલ્લેખ શાસ્ત્રોમાં પણ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ વાત લગભગ 2000 વર્ષ જૂની છે.
અહીં જે સંતો અને ઋષિઓ ધ્યાન કરતા હતા તેમને અચાનક સ્વપ્ન આવ્યું કે, હનુમાનજી તેમને કંઈક કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેણે સ્વપ્નમાં જોયું કે, હનુમાનજીની ઈચ્છા હતી કે અહીં તેમની અને તેમના પુત્ર મગરધ્વજની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે.
અહીં સાધના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે
હનુમાનજીના આદેશથી અહીં મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. અહીંની ખાસ વાત એ છે કે, અહીં ચમત્કારો પણ થાય છે. જો કોઈ હનુમાનજી અને મગરધ્વજની સામે બેસીને સાધના કરે છે તો તેની મનોકામના પૂર્ણ થાય છે.કહેવાય છે કે અહીં ચઢાવવામાં આવેલી સોપારીનો પ્રસાદ ખાવાથી મહિલાઓને ડિલિવરીમાં તકલીફ ઓછી થાય છે. હાલ તો અહીં શ્રીમંત લોકો સોના અને ચાંદીની ચોપારી પણ ચઢાવવા લાગ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App