Kutch Viral Video: બાઈક અને કારના સ્ટંટ કરતા વીડિયો સમયાંતરે સામે આવતા હોય છે. કેટલીક વખત આવા સ્ટંટ કરનારાઓને પોતાના દ્વારા કરાયેલા સીનસપાટા ખુદ માટે અથવાતો સામે વાળા માટે સંકટ સાબિત થાય છે. ત્યારે કચ્છના મુંદ્રાના ભદ્રેશ્વર નજીક આવેલા રંધ બંદર નજીક દરિયામાં સ્ટંટ(Kutch Viral Video) કરતા સમયે મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
સ્ટંટ મારવાની હોશિયારી ભારે પડી
મુન્દ્રા તાલુકાના યુવકોને દરિયા કિનારે સ્ટંટ કરવાનું ભારે પડી ગયું હતુ. મુન્દ્રાના ભદ્રેશ્વર નજીકના રંધ બંદરના દરિયા કિનારે બે થાર ચાલક સ્ટંટ કરવા જતાં બંનેની થાર દરિયાના પાણીમાં ફસાઈ ગઈ હતી, જેમાંથી એક થારનું એન્જિન ફેઈલ થઈ ગયું હતું. થાર ફસાઈ જતાં સ્થાનિકોએ ટ્રેકટર વડે બહાર કાઢી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થતાં મુન્દ્રા મરીન પોલીસે બંને કારચાલકો વિરુધ્ધ ગુનો દાખલ કરી બંને કાર ડિટેઈન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.બંને કારના માલિક વિરુધ્ધ ઈપીકો કલમ 279, 114 તથા મોટર વેહિકલ એક્ટની કલમ 177, 184 હેઠળ ગુનો દાખલ કર્યો છે. મહત્વપૂર્ણ છે કે, લોકો સસ્તી પબ્લિસિટી અને સોશિયલ મીડિયામાં લોકપ્રિય થવા માટે રિલ બનાવવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મુકતા અચકાતા નથી.
બે થાર ઊંડા દરિયામાં ફસાઈ
બંને કાર તોફાની દરિયાના ફસાઈ હતી. ગામલોકોની મદદથી બંને કાર બહાર કઢાઈ હતી. બંને કારને ટ્રેક્ટરની મદદથી બહાર કાઢવી પડી હતી. આ દરમિયાન જાણવા મળ્યું કે લાલ કારનું એન્જિન ફેઈલ થઈ ગયું.
પોલીસે ગુનો નોંધીને બંને કાર કરી ડિટેઈન
આ ઘટનાનો વીડિયો વાયુવેગે સોશિયલ મીડિયા પર પ્રસરી ગયો હતો. જે વીડિયો પોલીસને મળતા કાર્યવાહી કરી હતી. પોલીસે બંને કારચાલકો વિરૂદ્ધ ગુનો દાખલ કરીને બંને કાર ડિટેઈન કરવાની તાજવીજ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ‘બે યુવકોએ રંધ બંદરે બીચ પર અન્યોના જીવ જોખમમાં મૂકીને કાર સ્ટંટ કર્યા હતા. જેમાં બને કાર દરિયાના ઊંડા પાણીમાં ફસાઈ ગઈ હતી.’ પોલીસના ધ્યાને મામલો આવતા મુંદ્રા મરીન પોલીસે તપાસ હાથ ધરીને બંનેના કાર માલિક વિરૂદ્ધ ઈપીકો કલમ 279, 114 અને મોટર વ્હિકલ એક્ટની કલમ 177, 184 હેઠળ ગુનો દાખલ કર્યો છે.
रील के चक्कर में इन्होंने अपनी थार मजधार में फँसा ली.
लड़कों का यह समूह गुजरात में समुद्र में स्टंट करने पहुंचा था. लेकिन जब समुद्र ने अपना खेल दिखाया तो इनका दिमाग़ ठिकाने आ गया. बहुत मशक्त के बाद स्थानीय लोगों की मदद से गाड़ियाँ निकाली गईं. pic.twitter.com/BAS477NOpo
— Priya singh (@priyarajputlive) June 23, 2024
પર્યટોકે સુચનોનો અનાદર કરી જીવને જોખમમાં મુક્યો
બીજી બાજુ, વરસાદી માહોલ વચ્ચે વલસાડનો તિથલનો દરિયો તોફાની બન્યો છે. દરિયામાં ઊંચા અને તોતિંગ મોજા ઉછળ્યા હતા. દરિયા દેવનું રૌદ્ર રૂપ ડરામણું લાગી રહ્યું હતું. જોકે, આવા વિકરાળ મોજા ઉછળી રહ્યા હોવા છતાં કેટલાક પર્યટકો કિનારા પર જોવા મળ્યા હતા.અસંખ્ય પર્યટકો તિથલના દરિયા કિનારે જોખમી અંતરે જોવા મળ્યા હતા. દરિયામાંથી ઉછળતા પ્રચંડ મોજા કિનારો વટાવી અને ચોપાટી પર આવી જાય છે અને ત્યારબાદ ચોપાટી પર ઉભેલા અનેક લોકો દરિયાના આ પ્રચંડ મોજાથી પડી જતા પણ દેખાઈ રહ્યા છે.મહત્વપૂર્ણ છે કે, દરિયાકિનારે ઠેર-ઠેર ભય સૂચક બોર્ડ લગાવવામાં આવ્યા છે. કિનારાથી દૂર રહેવા માટે પર્યટકોને સૂચન પણ કરવામાં આવે છે. તેમ છતાં પર્યટકો આવા સૂચનોનો અનાદર કરી પોતાના જીવને જોખમમાં મૂકી બાળકો સાથે પણ દરિયાકિનારે જોવા મળ્યા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App