હાલના સમયમાં અકસ્માતોની સંખ્યામાં ખુબ વધારો થઇ રહ્યો છે. તે ભલે ને પછી રોડ પર જતી ગાડીનો હોય કે પછી ટ્રેન અકસ્માત હોય. આવા અકસ્માતોના કારણે એકસાથે ઘણા બધા લોકોના મૃત્યુ નીપજે છે, અને કેટલાય લોકોને તો આજીવન ખાટલો આવે છે, અર્થાત્ એવા ગંભીર રીતે ઘાયલ થાય છે કે તેમની આવનારી જિંદગીમાં પણ ખુબ મુશ્કેલી ઉભી થાય છે.
બાંગ્લાદેશના બ્રાહ્મણબરિયા જિલ્લામાં આ મંગળવારે ભયંકર રેલ અકસ્માત થયો હતો. જે અકસ્માતમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે અને 50 થી પણ વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલમાં ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે અને મૃતકઆંક વધુ ઉંચો જવાની શક્યતા જણાઈ રહી છે. રેલવે પોલીસના પ્રમુખે જણાવ્યું કે મંગળવારે વહેલી સવારે મોંડોભાગ રેલવે સ્ટેશન પાસે સિલહટથી ચટગાંવ જનારી ઉદયન એક્સપ્રેસ અને ચટગાંવથી ઢાકા જનારી ટુર્ના નિશિતા વચ્ચે સામસામી આૃથડામણ થઈ હતી.
આ અકસ્માત એટલો ભીષણ હતો કે બંને ટ્રેન ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. અકસ્માત બાદ તે સૃથળે લોકોની ચિચિયારીઓ ગૂંજવા લાગી હતી અને અનેક લોકો જીવ બચાવવા આમ-તેમ ભાગવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતા જ બચાવ ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડયા હતા. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 16 લોકો મૃત્યુ પામ્યા હતા તથા ચટગાંવ અને સિલહટ ઉપરાંત ઢાકાના રેલ લિંક રૂટ પર ટ્રેનોના પરિવહનને અસર પહોંચી હતી. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ અબ્દુલ હામિદ અને વડાપ્રધાન શેખ હસીનાએ આ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો.
જ્યારે ત્યાના રેલ્વે મંત્રી એમ.ડી. નુરૂલ ઇસ્લામ સુજાને ઘટના સ્થળની મુલાકાત બાદ મૃતકોના પરિવારજનોને એક-એક લાખ બાંગ્લાદેશી ટકા વળતર આપવાની જાહેરાત કરી હતી. સાથે-સાથે જિલ્લા પ્રશાસને પણ મૃતકોના પરિવારજનોને 25,000 બાંગ્લાદેશી ટકાનું વળતર આપવા જાહેરાત કરી છે. વહેલી સવારે ઉદયન એક્સપ્રેસ પ્લેટફોર્મ તરફ આગળ વધી રહી હતી તે સમયે અન્ય ટ્રેન સાથે તેની અથડામણ થઈ હતી અને બે કોચ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયા હતા. જિલ્લા પોલીસ પ્રમુખે મૃતકોની સંખ્યામાં હજુ પણ વધારો થશે તેવી શક્યતા વ્યક્ત કરી છે અને અકસ્માતનું કારણ જાણવા તપાસનો આદેશ આપ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.