નડિયાદ-કપડવંજ રોડ (Nadiad-Kapadvanj Road) પર ઘણીવાર ગોઝારા અકસ્માતો (Accidents) સર્જાઈ રહ્યા છે કે, જેમાં અન્ય એક ઘટના મુજબ, ગતમોડી રાત્રે કપડવંજ-કઠલાલ રોડ પર હીરાપુરા નજીક બે ટ્રકો સામસામે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો કે, જેમાં એક ટ્રકચાલકનું ઘટનાસ્થળે મોત થયું છે. જ્યારે બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે.
આ અકસ્માત એટલો ગંભીર હતો કે, બે ટ્રક પૈકી એક ટ્રકના કેબિનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો કે, જેથી ટ્રકના કેબિનમાં ફસાયેલ મૃતક ડ્રાઇવરને મહામહેનતે ક્રેન મારફતે બહાર કાઢવામાં આવ્યો હતો. મળી રહેલ જાણકારી પ્રમાણે, કપડવંજ તાલુકામાં આવેલ હીરાપુરા નજીકથી કપડવંજ-કઠલાલ રોડ પર મોડી રાત્રે ટ્રક નં. (R.J 27 GC 4366) પસાર થઈ રહી હતી.
આ દરમિયાન સામેથી પુરઝડપે આવી રહેલ ટ્રક નં. (HR 38 AB 7396)ના ચાલકે ઉપરોક્ત ટ્રકને ધડાકાભેર ટક્કર લેતાં અકસ્માત સર્જાયો હતો કે, જેમાં બંને ટ્રકો પૈકી રાજસ્થાન પાર્સિંગના ટ્રક ચાલક ગણેશ રામલાલ ડાંગીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં જ કપડવંજ રૂરલ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો તેમજ મૃતકના મૃતદેહને ટ્રકના કેબીનમાંથી ક્રેન મારફતે બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે અન્ય ઈજાગ્રસ્ત લોકોને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. બાદમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે જગદીશચંદ્ર શંકરજિત ડાંગીની ફરિયાદને આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે.
હેડ કોન્સ્ટેબલને ધુમ્મસને લીધે દુર્ઘટનાગ્ર્સ્ત ટ્રક ન દેખાઇ:
આ ગમખ્વાર અકસ્માત પછી પણ આ જ રસ્તા પર અન્ય એક દુર્ઘટના સર્જાઈ હતી. હેડકોન્સ્ટેબલ પૃથ્વીસિંહ બારૈયા નાઈટ શિફ્ટ પૂરી કરીને મહેમદાવાદ તરફ પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન ધૂંધળા વાતાવરણને લીધે તે અકસ્માત પછી ઊભેલી આ ટ્રકમાં ઘૂસી ગયા હતા.
જેને લીધે એમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં તેમનું પણ ઘટનાસ્થળ પર જ કમમાટીભર્યું મોત નીપજ્યું છે. મળી રહેલ જાણકારી મુજબ, 32 વર્ષનાં પૃથ્વીસિંહ ફૂલસિંહ બારૈયા આતરસુંબા પોલીસ મથકમાં ફરજ બજાવી રહ્યા હતા. આ મોત થવાથી પરિવારમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.