નવરાત્રી બમ્પર ઓફર: વેચાણ વધારવા ટૂ વ્હીલર કંપનીઓની ધમાકેદાર ડિસ્કાઉન્ટ ઓફર્સ

Published on: 4:40 pm, Tue, 1 October 19

જો તમે આ નવરાત્રીના શુભ દિવસોમાં સ્કૂટર અથવા બાઇક ખરીદવા માગતા હો તો તમારા માટે એક ખુબ જ સારા સમાચાર આવ્યા છે. લાંબા સમયથી મંદીમાંથી પસાર થઈ રહેલી ઓટો કંપનીઓ અત્યારે તેનાં ટૂ-વ્હીલર પ્રોડક્ટનું વેચાણ વધારવા અનેક ઓફર્સ લઇને આવી છે. વિશ્લેષકોના મતે, ઓટો ઈન્ડસ્ટ્રીમાં છેલ્લા ઘણા સમયથી વેચાણનો આંકડો ઘટી રહ્યો છે. ત્યારે તેમના માટે ફેસ્ટિવલ સિઝન સફળ સાબિત થઈ શકે છે. તેથી, કંપનીઓ સામાન્ય લોકો માટે બાઇક-સ્કૂટર ખરીદવાની મોટી ડિસ્કાઉન્ટ ઓફર્સ લઇને આવી છે, જેમાં રિટેલ ફાઇનાન્સ સ્કીમ અપનાવવા પર અને પેમેન્ટ એપ પ્લેટફોર્મથી ચૂકવણી કરવા પર વિશેષ છૂટ પણ મળી રહી છે.

હીરો મોટોકોર્પ

hero motocorp price hike 1 720x540 - Trishul News Gujarati Breaking News

5 હજાર રૂપિયાનો એક્સચેન્જ બેનિફિટ.

2 હજાર રૂપિયાનો કેશ બેનિફિટ.

6.99% વ્યાજ દર.

3,999 ડાઉન પેમેન્ટ.

10,000 રૂપિયાનો પેટીએમ લાભ મળશે.

હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર

honda kHlF - Trishul News Gujarati Breaking News

રિટેલ ફાઇનાન્સ સ્કીમના ઉપયોગ પર 11 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ.

પેટીએમ દ્વારા ચુકવણીના કિસ્સામાં 7 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ.

બજાજ ઓટો

Bajaj Dealership - Trishul News Gujarati Breaking News

7200 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

5 વાર ફ્રી સર્વિસની સુવિધા.

5 વર્ષની ફ્રી વોરંટીની અનોખી સુવિધા.

​​​​3,537 રૂપિયાનું ઓછું ડાઉન પેમેન્ટ

આ નવરાત્રીમાં વર્ષનું એક તૃતિયાંશ ભગ જેટલું વેચાણ થાય છે.

ઓટો ઈન્ડસ્ટ્રી માટે નવરાત્રીથી લઇને આવનારા 45 દિવસનો સમય મહત્ત્વનો હોય છે. આ સમય દરમિયાન વર્ષભરમાં વેચાનારા બાઇક-સ્કૂટરનું એક તૃતિયાંશ ભાગ જેટલું વેચાણ થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.