બંને યુવકોને સ્ત્રીઓના કપડાં ઘાઘરો-ચોળી પહેરાવ્યાં
રાધનપુર વિસ્તારના વિચરતી જાતિ સમુદાયના વાદી પરિવારો વાવ માર્કેટ યાર્ડ નજીક તંબુઓમાં રહે છે અને ગામડે ગામડે જઈ ઘર-ઘર માં ફરી ભિક્ષાવૃત્તિ કરી અનાજના દાણા માગી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચાલવી રહ્યા છે. તેમના બે યુવકો વાવના તીર્થગામે સોમવારે ગયા હતા. જ્યાં અનાજ માગતા રસ્તાઓમાં બેન દીકરીઓના પોતાના મોબાઈલમાં ફોટા પાડતાં ગામલોકોની નજર માં ચડી ગયા હતા. જેને લઇને ગામલોકોએ તેમને પકડી મોબાઈલમાંથી ફોટા ડિલીટ કરાવી તેમના સમાજને જાણ કરી તેઓને પણ ત્યાં બોલાવ્યા હતા.
સમાજમાંથી બહાર કરી 50 હજારનો દંડ કર્યો
જેના કારણે તેમના સમાજના લોકોએ ગામના લોકોની માફી માંગી તેમને પોતના ગામ પાછા લાવ્યા હતા. અને તેમના સમાજના લોકોએ ભેગા મળી તેમને કરેલ ભૂલને લઇને તેમને સ્ત્રીઓના કપડા તેમજ બુટનો હાર પહેરાવી તેમના પરિવારોને સમાજમાંથી બહાર કરી 50 હજારનો દંડ કર્યો હતો. આ અંગે સમાજના લોકોએ જણાવ્યું છે કે,”અમારે જમીનો નથી, અમારે ગામે ગામ ફરી ઘરે ઘરે દાણા માગી પેટ ભરી એ છીએ. આ બે જણે ધંધા માથે પાટું મારે તેવું કર્યું છે. એટલે તેમને સજા કરી છે. એક વર્ષ પછી સમાજના આગેવાનો ભેગા થશે ને લાગશે તો તેમને સમાજમાં પાછા લેશે તેમ જણાવ્યું હતું.
દાંતથી ચંપલ પકડેલો વીડિયો વાઇરલ થયો
સમાજના લોકોએ ચંપલના હાર પહેરાવવા ઉપરાંત બંનેને મોઢામાં ચંપલ રાખી મુકવા જણાવતા સમાજના અન્ય યુવાનો આ ઘટનાનો વિડીયો મોબાઇલ બનાવતા રહ્યા હતા. સમાજના આગેવાનોએ ક્યારેય બેન દીકરીઓના ફોટા ન પાડવા તેમજ સમાજ જે સજા આપે તે પાલન કરવા જણાવ્યું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube