હેલ્મેટ હોત તો આજે જીવતા હોત! બે બાઇક સવારના માથા કચડી પસાર થઇ ગયું વાહન- ‘ઓમ શાંતિ’

ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના કાનપુર(Kanpur)ના બિલ્હૌર(Bilhaur)માં જીટી રોડ પર વરુણ કોલ્ડ સ્ટોરેજ પાસે એક બેકાબૂ વાહનની ટક્કરથી બુધવારે રાત્રે બાઇક પર સવાર બે યુવકોના મોત થયા હતા.…

ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના કાનપુર(Kanpur)ના બિલ્હૌર(Bilhaur)માં જીટી રોડ પર વરુણ કોલ્ડ સ્ટોરેજ પાસે એક બેકાબૂ વાહનની ટક્કરથી બુધવારે રાત્રે બાઇક પર સવાર બે યુવકોના મોત થયા હતા. અકસ્માત(Accident)માં બંને બાઇક સવારો રોડ પર પટકાયા હતા જેથી વાહન તેમની ઉપરથી પસાર થઇ ગયું હતું.

હેલ્મેટ ન પહેરવાને કારણે માથામાં ગંભીર ઈજા થતાં બંનેએ જીવ ગુમાવ્યો હતો. બનાવ અંગે પોલીસે બંને યુવકોના પરિવારજનોને જાણ કરી છે. અકસ્માતને અંજામ આપનાર અજાણ્યા વાહનની શોધખોળ ચાલુ છે. બરંડા ગ્રામ પંચાયતના બાભણી ગામના રહેવાસી અભય કમલ ઉર્ફે ગોલુ (20) અને શૈલેન્દ્ર ઉર્ફે કલ્લુ (20) બુધવારે રાત્રે લગભગ આઠ વાગ્યે બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા.

જીટી રોડ પર વરુણ કોલ્ડ સ્ટોરેજ પાસે કોઈ અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી. ટક્કરને કારણે બંને બાઇક સવારો રોડ પર પટકાયા હતા અને બેકાબૂ વાહને બંનેને કચડી નાખ્યા હતા. નિરીક્ષક બિલ્હૌર ધનેશ પ્રસાદે જણાવ્યું કે માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બંનેને સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા.

પોલીસના જણાવ્યા અનુસાર હેલ્મેટ ન પહેરવાના કારણે બંનેના માથા ફાટી ગયા હતા. આ ઘટનાની જાણકારી સંબંધીઓને કરવામાં આવી છે. ત્યારે ઘટનાની જાણ થતા જ બાભણી ગામમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા જ પરિવારજ હિબકે ચડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *