જન્મદિવસ જ બન્યો મૃત્યુદિવસ: બર્થ ડે પાર્ટી કરીને પરત ફરતાં ઝાલોદ-લીમડી વચ્ચે કાર પલટી, 2 યુવાનોનાં મોત, ત્રણ ઈજાગ્રસ્ત

Two youths died in an accident in Dahod: જેમ જેમ રાજ્યમાં વાહનો વધી રહ્યા છે, તેમ તેમ અકસ્માતોના બનાવો પણ વધારો નોધાય રહ્યો છે. ત્યારે…

Two youths died in an accident in Dahod: જેમ જેમ રાજ્યમાં વાહનો વધી રહ્યા છે, તેમ તેમ અકસ્માતોના બનાવો પણ વધારો નોધાય રહ્યો છે. ત્યારે દાહોદથી વધુ એક અકસ્માતનીઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાંચ મિત્રો પૈકી એક મિત્રના જન્મ દિવસની ઉજવણી કરીને કારમાં પરત ઘર તરફ જઈ રહ્યા હતા. જયારે મોડી રાતે કાર ઝાલોદ-લીમડી વચ્ચે પલટી ગઇ હતી. તેમાં બે યુવાનોના ઘટનાસ્થળે જકરુણ મોત નીપજ્યા હતા, જયારે ત્રણ મિત્રોને ઈજા થઇ છે તેમને સારવાર માટે દાખલ કરવામા આવ્યા છે.

પોલીસને ઘટનાની જાણ થતા તરતજ ઘટનાની ગંભીરતા સમજીને ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ હરી હતી, પ્રાથમિક જાણકારી અનુસાર  અંશુલ દિલીપસિંહ રાઠોડ (ઉંમર વર્ષ 21), અંકુર ઉર્ફે કાનો ધર્મેન્દ્રભાઈ લખારા (ઉંમર વર્ષ 18), જીગર ઉર્ફ રાજ ધર્મેન્દ્રસિંહ લખારા (ઉંમર વર્ષ 20), દેવ કલપેશભાઈ ચૌહાણ (ઉંમર વર્ષ 18) અને શેહબાજ એમ પાંચેય મિત્રો જીગરના જન્મ દિવસ હોવાથી તેની ઉજવણી કરવા માટે એકત્રિત થયા હતા.

ઝાલોદ અને લીમડી વચ્ચે કારની ઝડપને લીધે કે અન્ય કોઈ કારણે સાંપોઈ ગામ નજીક કાર પલટી ખાઈ ગઈ હતી. પલટી જતા કાર તો જાણે પડીકુ વળી ગયુ હતું. ત્યારે આ અકસ્માતમાં અંકુર લખારા અને તેના મિત્ર અંશુલ રાઠોડનુ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે જીગર લખારા, દેવ ચૌહાણ અને શેહબાજને તાત્કાલિક 108 મારફતે દવાખાને લઈ આવ્યા હતા. હાલ તેઓ સારવાર હેઠળ છે. પોલીસે પોતાની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *