ચૂંટણી પરિણામો બાદ શેર બજારમાં યુ ટર્ન! આજે ફરી ઉછાળ્યા શેરના ભાવ

Stock Market: લોકસભા ચૂંટણીના પરિણામ દિવસે શેરબજારમાં આવેલા ભૂકંપ બાદ ફરી એકવાર રિકવરી જોવા મળી છે. સપ્તાહના ત્રીજા દિવસે સેન્સેક્સમાં 2300થી વધુ પોઈન્ટનો(Stock Market) ઉછાળો આવ્યો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 600 પોઈન્ટથી વધુનો ઉછાળો આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ 74,382.24 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

આગલા દિવસની સરખામણીએ સેન્સેક્સમાં 2303 પોઈન્ટ અથવા 3.20%નો વધારો નોંધાયો છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 74,534.82 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. નિફ્ટીની વાત કરીએ તો તે 22,620 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. તે એક દિવસ અગાઉની સરખામણીમાં 735 પોઈન્ટ અથવા 3.36% નો વધારો નોંધાવ્યો હતો. નિફ્ટીની ટ્રેડિંગ હાઈ રૂ. 22,670 છે.

કયા સ્ટોકની શું હાલત છે?
બીએસઈ સેન્સેક્સના 30 શેરની વાત કરીએ તો બધા ગ્રીન ઝોનમાં બંધ થયા છે. ટ્રેડિંગ દરમિયાન ઇન્ડસઇન્ડ બેન્કના શેર લગભગ 8 ટકા વધ્યા હતા. ટાટા સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 6 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો. બજાજ ફાઇનાન્સ, કોટક બેંક, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, એચયુએલના શેરમાં 4 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. સન ફાર્મા, જેએસડબલ્યુ, આઈટીસી, એશિયન પેઈન્ટ્સ, નેસ્લે, આઈસીઆઈસીઆઈ બેંક, વિપ્રો, મારુતિના શેર 3 ટકાથી વધુ વધીને બંધ થયા છે. એચસીએલ, એરટેલ, એનટીપીસી, ટાટા મોટર્સ અને બજાજ ફિનસર્વના શેરમાં 2 ટકાથી વધુનો વધારો નોંધાયો છે.

શેરબજારમાં વસંત પાછી આવી છે. સેન્સેક્સ હાલમાં 1452 પોઇન્ટના વધારા સાથે 73531 પર છે. નિફ્ટી પણ 440 પોઈન્ટના ઉછાળા સાથે 22325 ના સ્તર પર છે. હીરો મોટોકોર્પ 8.27 ટકા ઉછળ્યો છે. હિન્દુસ્તાન યુનિલિવરમાં 8 ટકા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અદાણી પોર્ટ્સ અને બ્રિટાનિયામાં 5 ટકાથી વધુનો વધારો થયો છે.

શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 670 પોઈન્ટ વધીને 72749 પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં 208 પોઈન્ટનો ઉછાળો છે અને તે 22092 સુધી પહોંચી ગયો છે. નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં ઓએનજીસી 4.32 ટકા વધીને રૂ. 246.5 પર પહોંચી ગયો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 3.80 ટકાનો ઉછાળો છે. BPCLમાં 3.55 ટકા અને ટાટા સ્ટીલમાં 2.55 ટકાનો વધારો છે. ટોપ લૂઝરની વાત કરીએ તો હિન્દાલ્કો 4.42 ટકા તૂટ્યો છે. L&T, પાવર ગ્રીડ, એક્સિસ બેંક અને અપોલો હોસ્પિટલ આ યાદીમાં છે.

શેરબજારે હવે યુ-ટર્ન લીધો છે. સેન્સેક્સમાં લગભગ 1100 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે. એક સમયે તે 73225ના સ્તરે પહોંચી ગયો હતો. હાલમાં તે 1079 પોઈન્ટના વધારા સાથે 73158 પર છે. નિફ્ટી પણ 347 પોઈન્ટના ઉછાળા સાથે 22232 ના સ્તર પર છે.