નવી દિલ્હી: હૈદરાબાદના ડોક્ટર પર દુષ્કર્મની દર્દનાક ઘટના બાદ મહિલા સુરક્ષાને લઈને દેશભરમાં ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. આવી બીજી ઘણી ઘટનાઓ પણ સામે આવી રહી છે અને સોશિયલ મીડિયાથી લઇને રોડ સુધી મહિલા અધિકારો અને સુરક્ષાની વાતો થઇ રહી છે. આ વચ્ચે UC બ્રાઉઝર ના સર્વેમાં કેટલાક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે.પરિસ્થિતિને બદલવા માટે જાણકારી સૌથી મોટું હથિયાર કઈ જ નથી અને સર્વેમાં આ માલુમ પડ્યું છે કે અડધા લોકોને તો મહિલા હેલ્પલાઇનનો નંબર જ નથી ખબર.
જી હાં, UC બ્રાઉઝર એ આ સર્વે કર્યો હતો કે શું લોકો મહિલા હેલ્પ લાઇન 1091 વિશે જાણે છે કે નહીં? તેમાં લગભગ અડધા લોકોએ નકારાત્મક જવાબ આપ્યો. ઓનલાઈન કરવામાં આવેલા સર્વેમાં કુલ 12,502 લોકોએ ભાગ લીધો. જેમાં 6,496 લોકોએ સાચો જવાબ આપ્યો જ્યારે 6,006 લોકોએ ખોટા વિકલ્પ પસંદ કર્યા. તેવામાં ૪૮ ટકા લોકોને મહિલા હેલ્પલાઇન વિશે જાણકારી જ નથી.
આ ઉપરાંત આ જ સર્વેમાં જ્યારે મહિલાઓ સાથે ખરાબ વર્તન ના કારણો વિશે પૂછવામાં આવ્યું ત્યારે 60% લોકોએ મીની સ્કર્ટ અને તેનું કારણ જણાવ્યું. આ સર્વેમાં 17,861 લોકોએ ભાગ લીધો.જેમાં 10,565 લોકોએ મીની સ્કર્ટ ને દોશી ગણાવ્યું જ્યારે 7,296 લોકોએ અન્ય વિકલ્પ પસંદ કર્યો.
આ સાથે જ દુષ્કર્મ ના દોષીઓની સજા વિશે પૂછવામાં આવેલ એક સવાલના જવાબમાં ૬૦ ટકા લોકોએ ફાંસીના વિકલ્પને સાચો કહ્યો. સજાને લઇને કરવામાં આવેલ સર્વેમાં 24, 215 લોકોએ ભાગ લીધો. જેમાં 14,757 લોકોનું માનવું હતું કે દોષીઓ ને ફાંસીની સજા આપવી જોઈએ જ્યારે બાકી લોકોએ દોષીઓને નપુંસક બનાવી દેવાનો વિકલ્પ પસંદ કર્યો.
તેની સાથે દુષ્કર્મ મામલે વોટની સાથે સાથે લોકોએ પોતાની કમેન્ટ પણ આપી. તેમાં વધારે લોકોએ કહ્યું કે આ મામલે લઈને કડક માં કડક સજાની જોગવાઈ હોવી જોઈએ.સાથે જ કેટલાક લોકોએ સલાહ આપી કે મહિલાઓએ આત્મરક્ષા માં નિપુણ બનવું જોઈએ. કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે પુરુષોને એ વાતની સમજણ પણ આપવી જોઈએ કે મહિલાઓ સાથે કેવી રીતે વર્તન કરવું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.