સુરત સુધી પડ્યા ઉદયપુર હત્યાકાંડના પડઘા- વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યો ઉગ્ર વિરોધ

કન્હૈયાલાલ (Kanhaiyalal)ની હત્યા(Murder) એ હલમાં ખુબ જ ચર્ચાનો વિષય બની ગયો છે. કનૈયાલાલની થયેલી હત્યાના ઘેરા પ્રત્યાઘાતો દેશભરમાં પડી રહ્યા છે. ત્યારે આ ઘટનાને લઈને ગુજરાત (Gujarat)ના સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. પૂતળા દહન કરીને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શહેરમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. જાણવા મળ્યું છે કે, ભટાર ચાર રસ્તા ખાતે આરોપીના પૂતળા દહન કરી વિરોધ કરવામાં આવ્યો હતો. હાલ તો બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પૂતળા દહન કાર્યક્રમ કરાયા બાદ માંગ કરવામાં આવી હતી કે, હત્યારા સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. મૃતકના પરિવારને ન્યાય આપવામાં આવે સાથે જ આ પ્રકારની બીજી ઘટના ન બને તેવી દાખલા રૂપ કાર્યવાહી ઝડપથી થાય તેવી તમામ કરાઈ હતી.

વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ જણાવ્યું હતું કે, હાલ રથયાત્રાનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે અમુક તત્વ દ્વારા શાંતિના વાતાવરણને ડહોળવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેને ઝાંખી લેવામાં આવશે નહીં. આ પ્રકારની ઘટનાઓ અટકે તે માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

કન્હૈયાલાલની હત્યા મામલે ગુજરાતમાં પણ ઍલર્ટ અપાયું છે:
આ ઘટનાનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખી કન્હૈયાલાલની હત્યા મામલે ગુજરાતમાં પણ ઍલર્ટ આપવામાં આવ્યું છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિવાસસ્થાને ગઇકાલે મહત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં DGP સહિતના અધિકારીઓ સામેલ થયા હતા. આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાના SP પણ બેઠકમાં સામેલ થયા. તેમજ તમામ SP વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં સામેલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

કેન્દ્રીય ગૃહમંત્રાલયે પણ NIAને આપ્યા છે તપાસના આદેશ:
મળતી માહિતી અનુસાર, કન્હૈયાલાલની હત્યા મામલે કેન્દ્રીય ગૃહમંત્રાલય પણ એક્શનમાં આવ્યું છે. આ ઘટનાને લઈને રાજસ્થાનમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઘટના બાદ રાજ્યમાં કેટલીય જગ્યાએ પથ્થરમારો અને આગની ઘટનાઓ સામે આવી હતી. જેને ધ્યાનમાં રાખીને પ્રશાસને કેટલીય જગ્યાએ કર્ફ્યુ લગાવ્યો છે તથા સમગ્ર રાજસ્થાનમાં 144ની કલમ લાગુ કરી દીધી છે તથા ઈન્ટરનેટની સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, આ કેસની તપાસ કરવા માટે NIAના સિનિયર રેન્કના અધિકારીઓની ટીમ ઉદયપુર મોકલવામાં આવી હતી. ગૃહમંત્રાલય દ્વારા પોતાના નિવેદનમાં કહેવાયું હતું કે, ‘આ મામલામાં કોઈ પણ સંગઠન અને આંતરરાષ્ટ્રીય કનેક્શનની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે.’ જયારે બીજી તરફ ઉદયપુરમાં દરજીની કરવામાં આવેલી હત્યામાં પોસ્ટમોર્ટમનો રિપોર્ટ પણ સામે આવ્યો છે. જેની પરથી જાણી શકાય છે કે કેવી ક્રૂરતા સાથે આ હત્યા કરી દેવામાં આવી છે.

કન્હૈયાલાલના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, હત્યારાઓએ ધારદાર હથિયારથી કનૈયાને પર 26 ઘા માર્યા હતા, તેમના શરીર પર 13 કટ લાગેલા હતા. તેમાંથી મોટા ભાગના ગળાની આસપાસ હતા. કહેવાય છે કે, ગળાને શરીરથી અલગ કરવાની પુરેપુરી કોશિશ કરી હતી.

જાણો શું હતી ઘટના?
નૂપુર શર્માના સમર્થનમાં એક પોસ્ટથી ઉશ્કેરાયેલા કટ્ટરપંથીઓએ કનૈયાલાલને ધમકી આપી હતી અને તેની હત્યા કરવાની જાહેરાત કરી હતી. મહોમ્મદ રિયાઝ અને ગૌસ મહોમ્મદ નામના શખ્સે મંગળવારે સાંજે કનૈયાની કરપીણ હત્યા કરી નાખી હતી. હુમલાખોરોની આખી ઘટના કેમેરામાં કેદ થઈ હતી. હાલ બંને આરોપીઓને રાજસમંદમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેમજ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *