ઉધનામાં બે ચોરોનો ATMમાંથી રૂપિયા ચોરવાનો નિષ્ફળ પ્રયાસ, જાણો સમગ્ર મામલો

Theft at Udhana ATM: સુરતના ઉધના વિસ્તારમાં ATMમાંથી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ થયો હોવાનો ર્ક બનાવ સામે આવ્યો છે. જેમાં સુરતના ઉધના વિસ્તારના એક ATMમાંથી રૂપિયા કાઢવાનો પ્રયાસ બે ઈસમો દ્વારા કરવામાં આવ્યો હતો.

જો કે રૂપિયા નહિ નીકળતા બને ઈસમો ATMમાંથી(Theft at Udhana ATM) ભાગી છૂટ્યા હતા. ઘટનાની જન ઉધના પોલીસને કરવામાં આવતા ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી CCTVના આધારે બને ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સીસીટીવીના આધારે આરોપી ઝડપાયા
29 મે ના રોજ બે ઇસમોએ ઉધના વિસ્તારના એક ATM સાથે  ચેડા કર્યા હતા. જયારે લોકો ATMમાંથી પૈસા ઉપાડવાનો પ્રયાસ કરતા હતા ત્યારે પૈસા ATMમાં જ ફસાય જતા હતા. જે બાદ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

ત્યારબાદ સીસીટીવીના આધારે જાણવા મળ્યું કે ભેસ્તાનના આવાસમાં રહેતા રમેશચંદ્ર રામ નરેશ અને રજનીકાંત રામનરેશ દીક્ષિતે ATMમાંથી રૂપિયા ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતોજો કે રૂપિયા નહિ નીકળતા બંને આરોપી ત્યાંથી ફરાર થઇ ગયા.

સીસીટીવીના આધારે તપાસ કરતા ઉધના પોલીસે બને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે બને આરોપી પાસેથી રોકડ 11 હજાર, બે મોબાઈલ ફોન તેમજ બે મોટરસાયકલ, બે ATM, બે એલ્યુમીનીયમની પટ્ટી સાથે બે સ્ક્રુ ડ્રાઈવર મળી કુલ 1.16 લાખનો મુદ્દેમાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.