અવાનવાર મોબાઈલ ફાટવાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે આ મોબાઈલ ફાટવાના અનેક કારણો છે. તેમાંનું એક છે શરુ ચાર્જીંગે મોબાઈલ પર વાત કરવી… આ પહેલા પણ શરુ ચાર્જીંગે મોબાઈલમાં વાત કરતા કરતા અનેક વિસ્ફોટ થયાની ઘટના સામે આવી છે. છતાં લોકો એકની એક ભૂલ વારંવાર કરી રહ્યા છે, અને ક્યારેક ન થવાનું થઇ બેસે છે. ત્યારે હાલ આવી જ એક દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં 68 વર્ષીય દયારામ બરોડ ઘરે ચાર્જ થતા મોબાઈલ ફોન પર વાત કરી રહ્યા હતા. તે દરમિયાન મોબાઈલમાં ધડાકો થયો, જેના કારણે વૃદ્ધાના માથાથી લઇ છાતીના ભાગના છુંદા થઈ ગયા હતા.
ઘટના સ્થળ પરથી કોઈ પ્રકારની વિસ્ફોટક સામગ્રી મળી નથી. ઓપ્પો કંપનીનો માત્ર એક ફોન ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત હાલતમાં જોવા મળ્યો હતો. પોલીસે મોબાઈલના ટુકડા જપ્ત કરી તપાસ માટે મોકલી આપ્યા છે. એવો અંદાજો લગાવામાં આવેલ છે કે, તેઓં મોબાઈલ ચાર્જિંગ દરમિયાન તેઓં મોબાઈલમાં કોઈની સાથે વાત કરી રહ્યા હતા, તે દરમિયાન વિસ્ફોટ થયો હોઈ શકે છે.
चार्ज करते समय बात कर रहा था बुजुर्ग, मोबाइल फटा pic.twitter.com/Nb4QqUAa6A
— Ola Movie (@ola_movie) February 28, 2023
દયારામ સોમવારે તેમના મિત્ર દિનેશ ચાવડા સાથે ગામીના કાર્યક્રમ માટે ઈન્દોર જવાના હતા. તેથી તેમના મિત્ર દિનેશ રેલ્વે સ્ટેશન પર પહોચ્યા અને દયારામ માટે ઈન્દોરની ટિકિટ પણ લીધી હતી. ત્યારબાદ ઘણો સમય સુધી દયારામ સ્ટેશને ન પહોચ્યા ત્યારે દિનેશે તેમને ફોન કર્યો. ફોન કરવાની સાથે જ મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો. આ પછી મોબાઈલ સતત બંધ આવતો રહ્યો. ત્યાર પછી દિનેશ તેમને જોવા માટે ખેતરે પહોચ્યા, અને ત્યાનું દ્રશ્ય જોઈને તેઓ ધ્રુજી ગયા. તેણે આ અંગે તરત જ પોલીસને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતા જ ટીઆઈ મનીષ મિશ્રા અને એસઆઈ જિતેન્દ્ર પાટીદાર ઘટનાસ્થળે પહોંચી ગયા. વૃદ્ધાના ગળાથી લઇ છાતી સુધીનો ભાગ અને એક હાથ સંપૂર્ણપણે ન હતો. પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં વિસ્ફોટ થયો હોવાનું બહાર આવ્યું છે. ઘટનાસ્થળે ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન ખંડિત હાલતમાં મળી આવ્યો હતો. પાવર પોઈન્ટ પણ પૂરી રીતે બળી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. ઘટના સ્થળ પરથી બીજી કોઈ વિસ્ફોટક કે જ્વલનશીલ વસ્તુઓં પણ મળી નથી.
સ્ટેશનના ઈન્ચાર્જ મનીષ મિશ્રાએ જણાવ્યું કે, મોબાઈલ બ્લાસ્ટ થવાને કારણે વૃદ્ધનું મૃત્યુ થવાની સંભાવના છે. પીએમ કરાવી મૃતદેહને પરિવાર ને સોંપવામાં આવ્યું હતું. દયારામ ખેતીકામ કરતા હતા. પત્નીના અવસાન પછી તેમને બાળકો સાથે ન બનતું હોવાથી, તેઓં ખેતરમાં બનાવેલ રૂમમાં એકલા રહેતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.