શ્રી ઉમિયા પરિવાર સુરત (Umiya Parivar Surat) દ્વારા જીયાવ/ બુડિયા ઉમા શૈક્ષિણક ધામ ખાતે જ્ઞાન – કર્મ – ભક્તિનો ત્રિવેણી સંગમ તે સાથે સંસ્થાની રજત જયંતિ નો ગૌરવ મહોત્સવ નું આયોજન જેમાં 50,000 લોકો ની હાજરી માં થશે ભવ્ય શિવ પૂજન.
સુરત શહેરની શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટ દ્વારા જ્ઞાન કર્મભક્તિનો ત્રિવેણી સંગમ મહોત્સવ તેમજ સંસ્થા ની રજત જયંતિ ઉજવણી જીયાવ – બુડિયા ખાતે આવેલ ઉમા શૈક્ષણિક ધામમાં શિવ પૂજાની સાથે કરવામાં આવી હતી.આ ગૌરવ મહોત્સવ બપોરે ત્રણ વાગે થી રાતના 12:00 વાગ્યા સુધી શિવ પૂજા ની સાથે સમાપ્ત કરવામાં આવ્યું હતું.
View this post on Instagram
શૈક્ષણિક ઉદ્દેશની સાથે સરકાર દ્વારા શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટ સુરતને 49,000 સ્ક્વેર મીટરની જમીન ફાળવવામાં આવી હતી.આ ઉમા શૈક્ષણિક ધામ માં GSEB,CBSE બોર્ડ, UPSC,GPSC, સ્કીલ ડેવલપમેન્ટ માટે સેન્ટર બનાવવામાં આવશે. જેનું ભુમિ પૂજન આવનાર દિવસો માં કરવામાં આવશે.
શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટ સુરત ના મંત્રી રાજુ ભાઈ પટેલ, પ્રમુખ જશુભાઈ બોમ્બેવાલા, ઉપપ્રમુખ જસવંત ભાઈ વાસુદેવ,અને મુખ્ય કન્વીનર જતીન પટેલ ના નેજા હેઠળ મહાશિવરાત્રી ના પર્વ નિમિત્તે ઉમિયા શૈક્ષણિક ધામ ના પ્રાંગણ માં ભવ્ય શિવપૂજન તે સાથે ભવ્ય 10,000 લોકો ની સાથે શોભાયાત્રા જે બામરોલી ઉમિયા ધામ થી નિકળી ને જીયાવ – બુડિયા ઉમિયા શૈક્ષણિક ધામ સુધી પહોંચશે. તે ઉપરાંત રાત્રે 8 વાગે 50,000 લોકો ની હાજરી મા મહાઆરતી યોજાશે. ત્યાર પછી 9 વાગે લોક ડાયરો જેમાં બધરેશ દવે, સંગીતા લાબાડિયા, મહેશ ગઢવી હાજર રહ્યાં હતાં.આ તમામ ભવ્ય ગૌરવ મહોત્સવ માં 30,000 થી વધુ લોકો જોડાયા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App