old young romance: જીવનમાં દરેક વસ્તુ કરવાની એક ઉંમર હોય છે. પરંતુ તેમ છતાં કેટલાક લોકો ઉંમર વિત્યા બાદ પણ ન કરવાના કાંડ કરતા હોય છે. એવામાં તમે કોઈ આધેડ ઉંમરના કાકાને તેનાથી ત્રણ ગણી નાની ઉંમરની છોકરી સાથે છીછોરી હરકત કરતા જોશો, તો તમે પણ તેને ગાળો (old young romance) જ આપશો. કારણ કે ઉંમર પ્રમાણે તેમણે આ શોભા નથી દેતું. સોશિયલ મીડિયા પર એવા ઘણા લોકોના વિડીયો વાયરલ થતા રહે છે. જે એવા કાંડ કરતાં પકડાઈ જાય છે જેનાથી અન્ય લોકો પણ શરમમાં મુકાય છે. આવા જ એક કાકાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જે એક સૂમસામ ગલીમાં સંતાઈને એક કુમળી વયની છોકરી સાથે રાસલીલા કરી રહ્યા છે.
સુમસાન ગલીમાં રાસલીલા રચી રહ્યા હતા કાકા
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક કાકા ગલીમાં સંતાઈને એક છોકરી સાથે રોમાન્સ કરી રહ્યા છે. શેરીમાં જ રહેલા એક ઘરમાંથી એક વ્યક્તિએ તેનો વિડીયો ઉતારી લીધો હતો. જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક સુમસાન ગલીમાં સ્કુટી પાસે એક કુમળી વયની છોકરી ઉભી રહીને કોઈની રાહ જોઈ રહી હતી. એવામાં તે ગલીમાં લગભગ 40-50 વર્ષનો એક બુઢ્ઢો આવે છે અને છોકરી પાસે આવતાની સાથે જ તેને પોતાની બાહોમાં જકડી લે છે.
इनकी वजह से मै आज तक सिंगल हूं 😡 pic.twitter.com/gxrjlvigCy
— Secret Trader (@Secret_Trader7) March 19, 2025
બંને એકબીજાને ગળે મળે છે, પછી તે કાકો છોકરીને ઉઠાવી લે છે અને તે છોકરીને સ્કુટી પર બેસાડી કાકો જાતે ઘૂંટણ પર બેસી જાય તેને પ્રેમનું પ્રપોઝલ મુકે છે. એવામાં છોકરી તે કાકાના હાથમાં હાથ રાખી તેને ઉઠવા માટે કહે છે અને ફરી વખત ગળે બાજી પડે છે.
લોકોને જાણ થતા બંને ભાગી ગયા
આ તરફ ઘરની બાલકની પર ઉભેલો એક વ્યક્તિ આ કાકાની આ હરકતોને જોઈ રહ્યો હતો. અને તેનો વિડીયો રેકોર્ડ કરી રહ્યો હતો. જ્યારે તે જુએ છે કે આ કાકો પોતાની હદ પાર કરી રહ્યો છે, તો તેને ત્યાંથી જ તે બંને પર પાણી ફેંકે છે. જેવા આ પ્રેમી પંખીડા તે વ્યક્તિને જુએ છે, ત્યાંથી રફુ ચક્કર થઈ જાય છે. વાયરલ થઈ રહેલ વિડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધી 23 લાખથી પણ વધારે લોકો જોઈ ચૂક્યા છે અને હજારો લોકો કોમેન્ટ કરી ચૂક્યા છે. એક વ્યક્તિએ વિડીયો પર કમેન્ટ કરતા લખ્યું છે કે આ લોકોને કારણે જ હજુ સુધી હું સિંગલ છું. બીજા વ્યક્તિએ લખ્યું કે આ કાકાને કોઈ ઘરે રાખો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App