સુરતમાં મોર્નિંગ વોર્ક પર નીકળેલા યુવક પર અજાણ્યા શખ્શોએ ચપ્પુ વડે કર્યો હુમલો- સમગ્ર ઘટના સીસીટીવીમાં થઇ કેદ

સુરત(Surat): શહેરમાં હુમલાના બનાવોમાં દિવસેને દિવસે સતત વધારે થઈ રહ્યો છે. સુરતના સિંગણપોર(Singanpore) વિસ્તારમાં યુવક પર હુમલો થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે. આ સમગ્ર ઘટના અંગે યુવકે પોલીસ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં હુમલાઓના બનાવો દિવસેને દિવસે ખુબ જ વધી રહ્યા છે. સુરત શહેરમાં દુષ્કર્મ, હુમલો કે પછી હત્યાના બનાવો સતત વધી રહ્યા છે.

શહેરના સિંગણપોર વિસ્તારની પંચવટી સોસાયટી બહાર એક યુવક પર હુમલો થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. બાળક સાથે મોર્નિંગ વોક પર નીકળેલા યુવક પર ચપ્પુ વડે અજાણ્યા શખ્શો વડે હુમલો કરવામાં આવ્યો છે. યુવકના કહ્યા અનુસાર, મોપેડ પર આવેલા ત્રણ શખ્સોએ કહ્યું કે, તે મારી સાથે ગાડી ઠોકી છે એમ કહીને ચપ્પુના ઘા ઝીક્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. યુવકે આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા સિંગણપોર પોલીસએ સીસીટીવીના આધારે હુમલાવરોની શોધખોળ શરુ કરી છે.

સુરતના છેલ્લા લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થા(law and order situation)ની સ્થિતિ દિવસને દિવસે બગડી રહી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસની નિષ્ક્રિયતાના પગલે સુરતમાં મોટા પ્રમાણમાં ચોરી, લૂંટ, હુમલા અને હત્યાના પ્રયાસની ઘટનાઓ સામે આવી રહી છે જે સુરતની ગરીમાને કલંક લગાડી રહી છે. જાહેરમાં જ હુમલો કરવાના બનાવમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે પોલીસ પ્રશાસન પર અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે.

હુમલાખોરો કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર જાહેરમાં જ હુમલાઓ કરી રહ્યા છે અને આ જોતા તો એવું લાગી રહ્યું છે કે લુખ્ખા તત્વોને ખાખીનો ડર જ ન રહ્યો હોય. ગઈકાલે પણ સુરતમાં લુખ્ખા તત્વો દ્વારા સોસાયટીના રહીશો પર હુમલો કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *