કેન્દ્ર સરકારના મંત્રીએ આપ્યું સૂચન: દેશના બધા રાજ્યની શાળામાં ભગવદ્ ગીતા ભણાવવી…

Bhagwat Gita in school syllabus: ગુજરાત સરકારે નવા શૈક્ષણિક સત્રથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના અભ્યાસક્રમમાં ભગવત ગીતા નો સમાવેશ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.…

Bhagwat Gita in school syllabus: ગુજરાત સરકારે નવા શૈક્ષણિક સત્રથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના અભ્યાસક્રમમાં ભગવત ગીતા નો સમાવેશ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ ભગવદ્ ગીતાને(Bhagwat Gita) શૈક્ષણિક સત્ર 2022- 23થી ધોરણ ૬ થી ૧૨ સુધીના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવશે તેવો નિર્ણય લીધો છે. આ નિર્ણય ઉપર કોંગ્રેસના નેતાઓ અને સોશિયલ મીડિયામાં લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. અને બધા લોકો આ નિર્ણય ઉપર પોતાનો અલગ અલગ અભિપ્રાય આપી રહ્યા છે.

ગુજરાત સરકારની તૈયારી વિશે જાણો
ગુજરાત ના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી(Jitu Vaghani) એ તાજેતરના બજેટ સત્ર દરમિયાન ભગવદ્ ગીતાને અભ્યાસક્રમનો ભાગ બનાવવાની મોટી જાહેરાત કરી છે. જીતુ વાઘાણી ના મત અનુસાર આ નિર્ણયનો હેતુ વિદ્યાર્થીઓને ભારતની સમૃદ્ધિ અને વૈવિધ્યસભર સંસ્કૃતિથી વાકેફ કરવાનો છે. તમારી જાણ ખાતર તમને જણાવી દઈએ કે હવે ધોરણ ૬ થી ૮ સુધી ભગવદગીતા નૈતિક શિક્ષા નો પાઠ કરવામાં આવશે. આજ સમયે ધોરણ ૯ થી ૧૨ સુધી તેને પ્રથમ વર્ષાના પુસ્તકમાં સમાવેશ આપવામાં આવશે.

તેઓ હોય આગળ જણાવતા કહ્યું કે ભગવદગીતા માટે કોઈ અલગ વિષય રાખવામાં આવશે નહિ પરંતુ તેના પાઠ ઘણા વિષયોમાં ઉમેરવામાં આવશે જેથી કરીને વિદ્યાર્થીઓ તે પાઠ ભણી શકે. ભગવત ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતોને શાળાના અભ્યાસક્રમનો એક ભાગ બનાવો એ પણ કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિ ને અનુસરો છે.

ભગવદ્ ગીતા પર શાળામાં અલગ અલગ સ્પર્ધા પણ યોજાશે
શાળામાં રમાતી રમત ગમત ઉપરાંત અન્ય સ્પર્ધાઓમાં ભગવદ્ ગીતાની ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા નો પણ સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત શ્લોક અને નાટક જેવી સ્પર્ધાઓ નો પણ સમાવેશ કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીનું સૂચન
ગુજરાત સરકારની જાહેરાત બાદ કર્ણાટક(Karnataka) સરકાર પણ ભગવદ ગીતાને શાળાના અભ્યાસક્રમમાં સામેલ કરવા વિચારી રહી છે. કર્ણાટકના શિક્ષણ મંત્રી બીસી(Education Minister BC Nagesh)
નાગેશે કહ્યું છે કે હાલમાં આ મામલે રાજ્યના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ(Chief Minister Basavaraj Bommai) સાથે ચર્ચા થઈ રહી છે. બીજી તરફ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ સૂચન કર્યું છે કે ગુજરાતની જેમ દરેક રાજ્યએ શાળાઓમાં ભગવદ ગીતા શીખવવાનું વિચારવું જોઈએ. તેણે ન્યૂઝ એજન્સી ANIને કહ્યું, ‘ભગવદ ગીતા આપણને નૈતિકતા શીખવે છે. તે આપણને સમાજ કલ્યાણ પ્રત્યેની આપણી ફરજો વિશે જણાવે છે. તેમાં ઘણી નૈતિક વાર્તાઓ છે, જે આપણા વિદ્યાર્થીઓને પ્રેરણા આપી શકે છે. દરેક રાજ્ય સરકારે આ નિર્ણય વિશે વિચારવું જોઈએ.

શું આવું થવું શક્ય છે?
ગુજરાત અને કર્ણાટકની શાળાઓમાં ભગવદ ગીતા ભણાવવાના નિર્ણયને સોશિયલ મીડિયા પર પણ સમર્થન અને વિરોધ જોવા મળ્યો. ઘણા લોકોએ સરકારના આ નિર્ણયના વખાણ કર્યા તો ઘણા લોકોએ તેને ખોટો નિર્ણય ગણાવ્યો. ઘણા લોકોએ એમ પણ કહ્યું કે જ્યારે શાળાઓમાં હિજાબ પર પ્રતિબંધ લગાવી શકાય છે તો ગીતા શા માટે ભણાવવામાં આવે છે. કેટલાક લોકોએ એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે સરકારના તાજેતરના નિર્ણયની અસર બાળકોના માનસ પર પડશે અને ધાર્મિક લાગણીઓને લઈને વિવાદો ઉભા થઈ શકે છે.

બંધારણના સંદર્ભે જોવા જઈએ તો
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા સિદ્ધારમૈયાએ મીડિયાને કહ્યું, ‘શાળાઓમાં ભગવદ ગીતા ભણાવવામાં કોઈ વાંધો નથી, પરંતુ આપણા ધર્મનિરપેક્ષ બંધારણનું શું? ભલે તેઓ ભગવદ ગીતા, કુરાન કે બાઈબલ શીખવે, અમને કોઈ વાંધો નથી. અમે ઈચ્છીએ છીએ કે વિદ્યાર્થીઓ આ સ્પર્ધાત્મક વિશ્વમાં માંગને પહોંચી વળવા ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે. બાળકોને ભગવદ ગીતા, રામાયણ અને મહાભારત ઘરે પણ શીખવવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું કે, કોઈએ બંધારણ વિરુદ્ધ પગલાં લેવા જોઈએ નહીં.

મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કે રહેમાન ખાને કહ્યું, ‘ભારત અનેક ધર્મોનો વૈવિધ્યસભર દેશ છે. તમામ ધાર્મિક પુસ્તકો ધર્મ શીખવે છે. તમે એમ ન કહી શકો કે ગીતા પોતે ધર્મ અને ભારતીય સંસ્કૃતિ શીખવે છે. વિદ્યાર્થીઓને તમામ ધાર્મિક પુસ્તકો ભણાવવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *