રાજ્યનું જુનાગઢ શહેર પોતાની પ્રાચીનતા તેમજ ઇતિહાસને કારણે દેશ-વિદેશમાં પ્રખ્યાત બન્યું છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. ગિરનાર વનસ્પતિનું હબ મનાય છે ત્યારે ગિરનારમાંથી એક એવી વનસ્પતિ મળી આવી છે કે, હાલમાં દેશમાં ફક્ત મહારાષ્ટ્રમાં જ જોવા મળે છે.
ત્યારપછી સમગ્ર વિશ્વમાં ક્યાંય જોવા નથી મળી ત્યારે હવે ગુજરાતમાં સૌપ્રથમવાર શોધ થયેલ આ વનસ્પિતનું નામ યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી છે. આપને જાણીને આશ્વર્ય થશે કે, આ વનસ્પતિ માંસાહારી છે! કારણ કે, તેનો ખોરાક નાના જીવાણુ છે.
જૂનાગઢમાં આવેલ નરસિંહ મહેતા યુનિવર્સિટીના લાઈફ સાયન્સિસ ભવનના પ્રોફેસર સુહાસ વ્યાસ તેમજ વિદ્યાર્થીઓની ટીમ દ્વારા “યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી” નામની વનસ્પતિ શોધી કાઢવામાં આવી છે. દેખાવમાં તો વનસ્પતિ સામાન્ય જ લાગે છે પણ તેની ખાસ વિશેષતા ઈ છે કે, બીજી વનસ્પિતથી ખુબ અલગ છે.
કારણ કે, આ વનસ્પતિ માંસાહારી છે, તેના મૂળ કોથળી જેવા હોય છે કે, જ્યાંથી તે સૂક્ષ્મ જીવાતોને ચૂસી લે છે. પ્રોફેસર સુહાસ વ્યાસ જણાવે છે કે, આ વનસ્પતિ દેશમાં અંદાજે છેલ્લા 100 વર્ષથી મહારાષ્ટ્રમાં જ જોવા મળે છે. સૌપ્રથમવાર ગુજરાતમાં જૂનાગઢના ગિરનારમાંથી મળી આવી છે.ત્યારબાદ તપાસ કરતાં તે યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી હોવાનું સામે આવ્યું હતું.
વનસ્પતિની શોધ માટે ગિરનાર ખૂંદ્યો:
લાઈફ સાયન્સિસ ભવનની ટીમ દ્વારા વનસ્પતિની શોધ માટે આખેઆખો ગિરનાર ખૂંદ્યો હતો. પ્રોફેસરની ઉપરાંત ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થી કમલેશ ગઢવી, સંદીપ ગામિત, દુષ્યંત દૂધાગરા અને રશ્મિ યાદવની મુખ્ય ભૂમિકા રહી છે. આની ઉપરાંત ટીમે પહેલા પણ ખારાપાટ વિસ્તારમાં થતી વનસ્પતિ તથા તેની વિશેષતાની શોધ કરી હતી. આની સાથે હાલમાં જ ગિરનાર પર પણ આ ટીમ શોધ માટે કામમાં લાગી ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.