ગઈકાલે બંગાળના CM એટલે કે મમતા બેનર્જીનો જન્મદિન હતો. સાદગીપૂર્ણ જીવનશૈલીને લીધે તેઓ રાજકારણમાં પણ પોતાની અલગ ઓળખ બનાવી શક્યા છે. 5 જાન્યુઆરી વર્ષ 1955માં કોલકાત્તામાં જન્મેલ મમતા કેન્દ્રમાં 2 વાર રેલ મંત્રી રહી ચુક્યા છે.
એમને દેશની સૌપ્રથમ મહિલા રેલવે મંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. તેમના સમર્થક તેને ‘દીદી’ના નામથી ઓળખે છે. તો ચાલો તેમની કેટલીક રસપ્રદ વાતો વિશે. મમતા બેનર્જી કેન્દ્ર સરકારમાં કોયલા, માનવ સંસાધન વિકાસ રાજ્યમંત્રી, યુવા મામલા તેમજ રમતની સાથે મહિલા તથા બાળ વિકાસના રાજ્ય મંત્રી પણ રહી ચુક્યા છે.
વર્ષ 2011માં તેમણે પશ્ચિમ બંગાળમાં છેલ્લાં 34 વર્ષથી સત્તા પર કબજો જમાવીને બેઠેલ વામપંથી મોરચાનો સફાયો કર્યો હતો. ત્યારબાદ વર્ષ 2012માં પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝીન દ્વારા તેમને દુનિયાના 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા.
મમતા બેનર્જી પોતાના અભ્યાસનાં સમય દરમિયાનથી જ રાજકારણ સાથે જોડાયેલા છે. 70ના દશકમાં તેમને મહિલા કોંગ્રેસના મહાસચિવ બનાવવામાં આવ્યા હતા. આ સમયે તેઓ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હતા. મમતાના પિતાજી સ્વતંત્રતા સેનાની હતા તેમજ જ્યારે તેઓ નાના હતા ત્યારે જ તેમનું અવસાન થઈ ગયું હતું.
ગરીબીની સાથે સંઘર્ષ કરતા એમણે દૂધ વેચવાનું કામ પણ કરવું પડ્યું હતું. નાનપણથી જ તેઓ મહેનતુ તથા ઈમાનદાર છબીની સાથે તેઓ રાજકારણમાં પ્રવેશ કરવા માંગતા હતા. દક્ષિણ કોલકાત્તાના જોગમાયા દેવી કોલેજમાંથી તેમણે ઈતિહાસમાં ઓનર્સની ડિગ્રી મેળવેલ છે. ત્યારબાદ કોલકાત્તા યુનિવર્સિટીમાંથી તેમણે ઈસ્લામિક ઈતિહાસમાં માસ્ટર ડિગ્રી પણ મેળવેલ છે.
મમતાનું સક્રિય રાજકીય સફર વર્ષ 1970માં શરૂ થઈ હતી જ્યારે તેઓ કોંગ્રેસ પાર્ટીની સાથે જોડાયા હતા. વર્ષ 1976 થી વર્ષ 1980 સુધી તેઓ કોંગ્રેસ મહિલાના મહાસચિવ રહ્યા હતા. વર્ષ 1984માં મમતાએ માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના વરીષ્ઠ નેતા સોમનાથ ચેટર્જીને જાદવપુર લોકસભા બેઠક પર હાર આપી હતી.
તેમને દેશના સૌથી યુવા સાંસદ બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું. તેમની સાદગીની મિસાઈલ ત્યારથી આપવામાં આવી રહી છે કે, તેઓ ઘરે પણ સાદાઈથી જીવન જીવી રહ્યાં છે, તેઓ હવાઈ ચપ્પલ પહેરે છે તથા ખભા પર એક સૂતરનો થેલો જોવા મળશે. તેમણે હજુ સુધી લગ્ન કર્યા નથી. તેઓ રાજકીય નેતા હોવાની સાથે પેઈન્ટર પણ છે. ફૂરસતના સમયમાં તેઓ પેઈન્ટિંગ કરવાનું પસંદ કરે છે. આની સિવાય તેમને સંગીત પણ ખુબ પસંદ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle