Unseasonal rains in Gujarat: ગુજરાતના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વૈશાખ મહિનામાં વરસાદી માહોલ છે. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાવાની સાથે સાથે ક્યાંક ક્યાંક વરસાદના છાંટા પણ પડ્યા છે. હવામાન (Unseasonal rains in Gujarat) વિભાગે ગુજરાતના 14 જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરી છે. વાદળછાયા વાતાવરણથી લોકોને શરીર દઝાડતા ઉનાળાના તડકા અને ગરમીથી આંશિક રાહત મળી છે. વાદળછાયા વાતાવરણથી તાપમાન 2 થી 4 ડિગ્રી ઘટી શકે છે.
અમદાવાદમાં વાદળોથી અંધારપટ, વરસાદની આગાહી
અમદાવાદમાં વૈશાખ મહિનામાં વરસાદી માહોલ સર્જાયો છે. વાદળછાયા વાતાવરણના લીધે અમદાવાદમાં સવારમાં અંધારપટનો માહોલ છે. અમદાવાદના ક્યાંક ક્યાંક વરસાદના છાંટા પણ પડ્યા હતા. વાદળછાયા વાતાવરણથી તાપમાન ઘટતા લોકોને ઉનાળાની ગરમીમાં આંશિક રાહત મળી છે.
ઉત્તર ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાલનપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે કરા પડ્યા છે. આ સાથે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ ગુજરાતમાં આ સપ્તાહ વંટોળ, વરસાદ અને કરા પડવાની આગાહી કરી છે. તો કેટલાક વિસ્તારોમાં તો ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે.બનાસકાંઠાના ઘણા ભાગોમાં મોડી રાત્રે કમોસમી વરસાદ સાથે ગાજવીજ સાથે કરા પડ્યા છે. પાલનપુર, દાંતીવાડા, ધાનેરા, થરાદ સહિત રાજસ્થાનને અડીને આવેલા તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો છે.
ખેડૂતોને માથે ઓઢીને રડવાનો વારો આવ્યો
ભર ઉનાળે ચોમાસા જેવો વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠામાં મોડી રાત્રે ધોધમાર કમોસમી વરસાદ વરસતા બનાસકાંઠાના ઘણા તાલુકાઓમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. રાત્રે 12 થી બે વાગ્યા સુધી દાંતીવાડામાં 18 મિમી વરસાદ થયો છે. તેજ પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે માવઠું થયું છે. લગ્નગાળાની સિઝનમાં માવઠું થતા લોકોને હાલાકી પડી છે. માવઠાથી ખેતીના પાકને નુકસાનની ભીતિ છે.મહેસાણામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. મોડી રાત્રે 2.30 વાગ્યાની આસપાસ મહેસાણામાં વરસાદ પડ્યો છે. વડનગરમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. જિલ્લામાં ત્રણ સ્થળે વરસાદ નોંધાયો છે. વિજાપુરમાં 19 મીમી વરસાદ, વિસનગરમાં 2 મીમી અને વડનગરમાં 5 મીમી વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં રવિવારે ક્યાં વરસાદ પડશે
હવામાન વિભાગે ગુજરાતમાં 14 જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વાવાઝોડા સાથે વીજળીના કડાકા અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App