નહેરમાં ડૂબી રહ્યો હતો એક વય્ક્તિ, કઈ પણ વિચાર કર્યા વગર તરત જ પોલીસકર્મીએ નહેરમાં કુદકો લગાવીને બચાવી લીધો જીવ

યુપી પોલીસના બહાદુર સબ ઈન્સ્પેકટરે પોતાના જીવની ચિંતા કર્યા વગર નદીમાં ડૂબતા એક યુવાનનો જીવ બચાવી લીધો. બાળપણમાં જ ઇન્સ્પેક્ટર તરવાનું શીખી ગયા હતા, પરંતુ આટલા વર્ષો પછી પણ તે તારી શકશે કે નહી તેને તે વિશ્વાસ ન હતો, પરંતુ જ્યારે ફરજની વાત આવી ત્યારે સબ-ઇન્સ્પેક્ટર નદીમાં કૂદી પડ્યા. અલીગઢ પોલીસની એસઆઈની આ બહાદુરી માટે એસએસપી કલાનિધિ નૈથાનીએ તેમને પ્રશંસાપત્ર અને 25,000 રૂપિયાની પ્રોત્સાહન આપીને તેમનું સન્માન કર્યું છે.

આ કિસ્સો ગંગનહર સાંકરાનો છે. થાણા દાદાના એસઆઈ આશિષ કુમાર 20 જૂને અહીં ફરજ બજાવતા હતા. આ ઘટના 1.30 વાગ્યે કહેવામાં આવી રહી છે. હરૂનપુર ખુર્દનો રહેવાસી પન્નાલાલના પુત્ર તેજસિંહ યાદવ નહેરના પાટા પર ઉભો હતો. અચાનક તે ગંગનહરમાં પડ્યો હતો. તે પાણીમાં પડતાંની સાથે જ લોકો ચીસો પાડવા લાગ્યા. ડૂબતા યુવકનો જીવ બચાવવા એસઆઈ આશિષ કુમારે વિલંબ કર્યા વિના ગંગનાહરમાં કુદીને યુવકને સલામત બહાર કાઢ્યો હતો.

અલીગઢ એસએસપી કલાનિધિ નૈથાનીએ આ ઘટના અંગેનો વીડિયોની સાથે ટ્વિટ કર્યું છે. એસએસપીએ ટ્વિટમાં લખ્યું છે કે, “અલીગઢ પોલીસના બહાદુર સબ ઇન્સપેક્ટર આશિષ બાળપણમાં તરતા શીખ્યા, તે પછી તે ઘણા વર્ષો સુધી તરતો ન હતો, પરંતુ દુનિયાને બતાવ્યું છે કે, ખાકી ડૂબતા લોકોના જીવ બચાવવા માટે કેવી રીતે સમર્પિત છે. સબ ઈન્સ્પેક્ટર આશિષને પ્રશંસાપત્ર અને રૂપિયા 25000 ની પ્રોત્સાહક રકમ મંજૂર કરાઈ છે.

તે જ સમયે, યુપીના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અવનિશ અવસ્થીએ બહાદુર પોલીસ માટે 50,000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે.

બીજી તરફ, એસએસપીના આ ટ્વિટ પર ઘણી ટિપ્પણીઓ થઈ રહી છે. આ ટ્વીટને થોડા કલાકોમાં 4 હજારથી વધુ લાઈક્સ મળી છે. આટલું જ નહીં 800 થી વધુ લોકોએ તેને રીટ્વીટ કર્યું છે. એસઆઈની બહાદુરીની લોકો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *