હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. અમેરિકન વેપાર પ્રતિનિધિએ ઇ-કોમર્સ કંપનીઓ પર સમાનતા ડ્યુટી/ડિજિટલ સર્વિસ ટેક્સ નાંખવાની તૈયારી કરી રહેલ ભારત સહિત અન્ય કેટલાક દેશોને જવાબી વેપાર કાર્યવાહી કરવાની ચેતવણી આપી દેવામાં આવી છે.
USTRએ ભારત સહિત 6 દેશોની વિરુદ્ધ સૂચિત વેપાર કાર્યવાહી અંગે એક નોટિસ પાઠવીને જાહેર ટિપ્પણીઓ માંગવામાં આવી છે. કથિત ડિજિટલ ટેક્સના મુદ્દે અમેરિકાએ ભારત, ઇટાલી, તુર્કી જેવા દેશોની ટીકા કરવામાં આવી છે. યુનાઇટેડ સ્ટેટસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવનો દાવો છે કે, ભારત, ઇટલી તથા તુર્કીની ડિજિટલ સેવાઓ પર ટેક્સ લેવો અમેરિકન ડિજિટલ કંપનીઓ સાથે ભેદભાવપૂર્ણ વર્તન છે.
USTR નિવેનદમાં જણાવે છે કે, તેઓ સંભવિત વેપાર કાર્યવાહીને લઇ જાહેર નોટિસ તથા ટિપ્પણીની પ્રક્રિયા પર આગળ વધી રહ્યા છે. ત્યારપછી તપાસને પૂર્ણ કરવા માટે એક વર્ષની વૈધાનિક સમય સમાપ્ત પૂર્ણ થાય એની પહેલાં પ્રક્રિયાગત વિકલ્પ ઉપલબ્ધ થશે.
USTRની આ ચેતવણી પર, સરકારી સૂત્રો જણાવે છે કે, ભારત શેરહોલ્ડરોની સાથે સૂચિત કાર્યવાહીની સમીક્ષા કરશે. ત્યારપછી દેશના વેપાર તથા વ્યાપારી હિતો અને લોકોના કુલ હિતના આધારા પર યોગ્ય પગલાં ભરવામાં આવશે. જૂન વર્ષ 2020માં, અમેરિકાએ યુએસ બિઝનેસ કાયદા, વર્ષ 1974ની કલમ 301 અંતર્ગત ડિજિટલ સેવાઓના કરવેરાની તપાસ શરૂ કરી છે.
ભારત, ઇટાલી, તુર્કી, બ્રિટન, સ્પેન તથા ઓસ્ટ્રિયા આવાં પ્રકારના ટેક્સ પર વિચારણા કરી રહ્યું છે. USTRનું માનવું છે કે, ભારતની ડિજિટલ સર્વિસીસ પર ટેક્સ નાંખવાની પ્રણાલી અમેરિકન કંપનીઓની સાથે ભેદ કરે છે. અહીં આંતરરાષ્ટ્રીય ટેક્સ સિદ્ધાંતોના અનુરૂપ પણ નથી.
અહીં ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા 2016ની વર્ધ વિદેશી ઇ-કોમર્સ કંપનીઓના દેશમાં લેવડ-દેવડ કરવા પર, આવકને ટેક્સના દાયરામાં લાવવા માટે ડિજિટલ સર્વિસીસ પર ઇક્વલાઇઝેશન ફી વસૂલવાની શરૂઆત કરી હતી. આમ, ભારત માટે આ બાબત ખુબ ચિંતાજનક છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.