ઉત્તર ભારત(North India) હજુ પણ કડકડતી ઠંડીની ઝપેટમાં છે. નવા વર્ષનું પ્રથમ સપ્તાહ પસાર થયા બાદ પણ ગરમીનો પારો સતત નીચે ઉતરી રહ્યો છે. આવી સ્થિતિમાં શિયાળાના વેકેશન(Winter vacation) હેઠળ બંધ શાળાઓની રજાઓ લંબાવી દેવામાં આવી છે. અગાઉ 7 જાન્યુઆરી સુધી શાળાઓ બંધ(Schools closed) હતી, પરંતુ હવે વધતી જતી ઠંડી અને ધુમ્મસને જોતા શિયાળુ વેકેશન લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શાળાઓમાં રજાઓ અંગે સુધારેલ આદેશ જારી કરવામાં આવ્યો છે. લખનઉ જિલ્લામાં ધોરણ 8 સુધીની તમામ શાળાઓ હવે 14 જાન્યુઆરી સુધી બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ધોરણ 9 થી 12 સુધીના વર્ગો ઓનલાઈન ચાલુ રહેશે. ઓનલાઈન ન થવા પર 11 જાન્યુઆરી સુધી રજા રહેશે.
જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે પ્રી-બોર્ડ, પ્રેક્ટિકલ વર્ગો ચાલુ રહેશે, જેનો સમય સવારે 10 થી બપોરના 2 વાગ્યા સુધીનો રહેશે. ડીએમએ કહ્યું છે કે તમામ સ્કૂલ મેનેજમેન્ટ ઠંડીથી બચવા માટે વ્યવસ્થા કરશે. મેનેજમેન્ટે દરેક રૂમમાં હીટરની વ્યવસ્થા કરવી પડશે. જીવલેણ ઠંડીને જોતા શાળાઓમાં યુનિફોર્મની ફરજીયાત પણ નાબૂદ કરવામાં આવી છે. બાળકોને કોઈપણ પ્રકારના ગરમ કપડાં પહેરવાની છૂટ આપવામાં આવશે.
હરદોઈ જિલ્લામાં તીવ્ર ઠંડીનું મોજું અને ધુમ્મસને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટે ધોરણ 12 સુધીની તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે. હવે 16 જાન્યુઆરીએ શાળાઓ ખુલી શકશે. આ સિવાય બુલંદશહરમાં કડકડતી ઠંડીને કારણે ડીએમએ ધોરણ 1 થી ધોરણ 12 સુધીની તમામ શાળાઓને 14 જાન્યુઆરી સુધી બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ દરમિયાન ડીએમએ શાળા ખોલવા પર કડક કાર્યવાહીની ચેતવણી પણ આપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.