યમનના ઓઇલ પોર્ટ પર અમેરિકાની એરસ્ટ્રાઈક, 70 થી વધુના મૃત્યુ 171 ઘાયલ: જુઓ ભયાનક તબાહી

America airstrike on Yemen: યમનના હૂતી વિદ્રોહીઓના કબજામાં રહેલા મુખ્ય ઓઇલ પોર્ટ પર અમેરિકાએ એર સ્ટ્રાઈક કરતા 70 થી વધારે લોકો માર્યા ગયા છે. ઈરાન નું સમર્થન કરતા હૂતી વિદ્રોહીઓએ શુક્રવારે તે જાણકારી આપી હતી. રાસ ઈસા બંદર પર રાત્રે (America airstrike on Yemen) અમેરિકાના હવાઈ હુમલાબાદ ટ્રકો તેમજ ઓઇલ કન્ટેનરો કાટમાળમાં ફેરવાઈ ગયા હતા.

આ બંદર ઇંધણ નું મુખ્ય કેન્દ્ર હતું
આ બંદર ઇંધણ પૂરું પાડતું એક મુખ્ય સ્થાન છે અને અહીંયા થી યમનના હૂતી વિદ્રોહીઓના કબજો કરાયેલા વિસ્તારોમાં ઇંધણ પહોંચે છે. દ્રોહીઓએ જણાવ્યું કે આ હુમલામાં ઓછામાં ઓછા 74 લોકો માર્યા ગયા છે અને 171 અન્ય લોકો ઘાયલ થયા છે. તેમણે પોતાના સમાચાર ચેનલ પર હુમલાબાદની ઘટનાઓના ગ્રાફિક ફૂટે છે દેખાડ્યા હતા જેમાં બંદર પર લાશો વિખેરાયેલી પડી છે અને ટેન્કર ટ્રક તૂટેલા છે. તેમણે આ હુમલાની નિંદા કરી હતી.

અમેરિકાના હવાઈ હુમલામાં આટલી મોટી સંખ્યામાં લોકો માર્યા જવાની ઘટનામાં અમેરિકા તરફથી વિદ્રોહીઓ વિરુદ્ધ હુમલો વધુ સક્રિય કરવામાં આવશે તેવા સંગીત આપ્યા છે. એવા સમયે થયો હતો જ્યારે ઈરાનના વધતા પરમાણુ પરીક્ષણોને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે રોમમાં વાતચીત થનારી છે.. ઈરાન સમર્થિત આ વિદ્રોહીઓ તરફથી લાલ સમુદ્રમાં જહાજો પર હુમલો કરવામાં આવ્યા બાદ અમેરિકાએ આ વીજળીઓ પર હુમલાઓ શરૂ કર્યા છે.