જો અમેરિકાની ગાદી પર બાઇડેન આવે તો, ભારતને ફાયદો થશે કે નુકશાન – જાણો વિગતવાર

અમેરિકા માં હાલમાં રાષ્ટ્રપ્રમુખ ચુંટણી ચાલી રહી છે. મતદાન હજી ચાલુ છે, હાલમાં બાઇડેન એ ડોનાલ્ડ ટ્રમ્પ કરતા 50 ઇલેક્ટરોલ મતો થી આગળ ચાલી રહ્યા…

અમેરિકા માં હાલમાં રાષ્ટ્રપ્રમુખ ચુંટણી ચાલી રહી છે. મતદાન હજી ચાલુ છે, હાલમાં બાઇડેન એ ડોનાલ્ડ ટ્રમ્પ કરતા 50 ઇલેક્ટરોલ મતો થી આગળ ચાલી રહ્યા છે, જેને હવે પાછળ છોડવા એ  ટ્રમ્પ માટે ખુબ મુશ્કેલ બની ગયું છે. આ જોતા લાગી રહ્યું છે કે બાઇડેન હવે જરૂર વ્હાઇટ હાઉસમાં પ્રવેશ કરશે અને કમલા હેરિસ તેમના ડેપ્યુટી હશે.

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી એ ભારત માટે ખૂબ જ મહત્વની છે, કારણ કે હાલના સમયમાં અમેરિકા સાથે ભારતનો સહયોગ ખૂબ જ વધી ગયો છે. ચીન સાથે લદાખની સરહદ પર તણાવ એ ભારત અને અમેરિકાને ખુબ નજીક લાવ્યા છે. તણાવની સ્થિતિ હજી પણ ચાલી રહ્યું છે, નવા રાષ્ટ્રપતિનું સ્થાન કોણ લેશે એ જોવાનું રહે છે.

બાઇડેનનું અમેરિકન રાષ્ટ્રપતિ બનવું ભારત માટે સારું છે કે ખરાબ એના સંકેતો છેલ્લા દિવસોમાં જ મળી આવ્યા છે.બાઇડેન અને હેરિસ જે રીતે જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકાર અને NRC-CAA ને લઇને અવાજ ઉઠાવી રહ્યા હતા, તેના પરથી ભારતને મુશ્કેલી પડી શકે છે એવું લાગી રહ્યું છે.

બાઇડેન વર્ષોથી વિદેશ નીતિથી સંબંધિત મુદ્દાઓ પર કામ કરી રહ્યા છે. તેના પરથી એમને અંદાજો છે કે,આંતરરાષ્ટ્રીય લેવલ પર કયા કયા મુદ્દા અગત્યના છે. નિષ્ણાતો મુજબ, બાઇડેન અને ટ્રમ્પ વચ્ચે સાચો તફાવત એ છે કે, બાઇડેન એ દૂરદર્શી છે અને જયારે ટ્રમ્પ એ બડબોલા છે. નિષ્ણાતો મુજબ, મોદીની સાથે સારા સંબંધ હોવા છતાં ટ્રમ્પે અનેક મુદ્દાઓ પર ભારતને મોટો ઝટકો આપ્યો છે.

તેમના મત અનુસાર બાઇડેન સમજી વિચારીને નિર્ણયો લે છે. તેથી નિષ્ણાતોના કહેવા મુજબ ભારત માટે વધુ મૈત્રીપૂર્ણ છે.નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ટ્રમ્પના અચાનક અને વિચિત્ર નિર્ણયો લેવાના કારણે ભારત માટે તેમનો કાર્યકાળ એ કંઇ ખાસ ફાયદાકારક સાબિત થઈ શક્યો નથી.

ટ્રમ્પના કેટલાક નિર્ણયોની ગણતરી કરીએ, તો ભારતીય ઉત્પાદનો પર ટેરિફ વધારી દીધી હતી, H-1B વીઝા બંધ કરી દીધા, કાશ્મીર મુદ્દે મધ્યસ્થતાની ઓફર જેવા મુદ્દાને લીધે ભારતને નુકસાન થયું હતું. ટ્રમ્પ અનુસાર ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સંપૂર્ણપણે લેવડ-દેવડ પર જ આધારિત રહેશે. બાઇડેનની વિચારશ્રેણી આવી નથી.

બાઇડેનની વિદેશ નીતિમાં ટ્રમ્પ કરતા ઘણી વધારે સ્થિરતા જોવા મળે છે. દાખલા તરીકે ભારતને માત્ર એ માહિતી આપવા માટે અફઘાનિસ્તાનથી અમેરિકન સૈનિકોને હટાવામાં આવી રહ્યા છે, અમેરિકા એ દેશને સ્થિર કરવા માટે ભારત પાસે મદદ માંગી. રાષ્ટ્રપતિ તરીકે બાઇડેન આ મામલામાં પડે તેવી સંભાવના ખુબ ઓછી જ છે, જે રાજકીય રીતે કોઇ માઇનફીલ્ડના જેવી છે.

બાઇડેન ભારત-પાકિસ્તાન વિવાદ હોય કે ચીન સાથે ચાલી રહેલા તણાવમાં દખલગીરી કરે એવી આશા ખુબ ઓછી છે. તેઓ અમેરિકન વિદેશ મંત્રાલયમાં દાયકાઓ સુધી કામ કરી ચૂકયા છે. આ સિવાય તેઓ પોતાના સલાહકારોની વાત સાંભળવા માટે પણ જાણીતા છે. બાઇડેન કોઇપણ એક ઘટના કે મુદ્દાના આધાર પર ભારતના પ્રત્યે અમેરિકન નીતિમાં બદલાવ લાવવાના ઇચ્છુક દેખાઈ રહ્યા નથી.

આ સિવાય પ્રવાસીઓને લઇને પણ બાઇડેનનું વલણ નરમ જોવા મળે છે, જ્યારે ટ્રમ્પ કેટલાંય મોકાઓં પર વીઝા માટે લિમિટ લગાવી દે છે. ટ્રમ્પે સાધારણ સ્તરે ભારત સાથે ધંધો ચાલુ રાખ્યો હતો. બાઇડેન આવું કરે એવી આશા ખુબ ઓછી દેખાઈ રહી છે.ડેમોક્રેટ પ્રશાસનમાં ભારતની સ્થિતિ વધુ શ્રેષ્ઠ દેખાઇ રહી છે.

ટ્રમ્પે જે રીતે ચીન વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો તેનાથી પર્સેપ્શન બેટલમાં ભારતને ઘણો ફાયદો થયો હતો, પરંતુ તેનાથી ભારતને લઇ અમેરિકાને અનુસરવાની વાત થવા લાગી હતી. પાકિસ્તાનને લઇ ટ્રમ્પ પ્રશાસનને પહેલાં કડકાઇ દેખાડી ચુકી હતી, પરંતુ અફઘાનિસ્તાનમાં વાતચીત દરમિયાન તેની આગળ ઝૂકી ગયું.

બાઇડેન કહે છે કે, દક્ષિણ એશિયામાં આતંકવાદ પર કોઇ સમજૂતી થશે નહીં. બાઇડેને પહેલાં જ ભારત અને અમેરિકામાં ભારતીય-અમેરિકનો માટે વિસ્તૃત યોજના રજુ કરી હતી. કાશ્મીરને લઇ ટ્રમ્પની મધ્યસ્થતાની ઓફરને લીધે ભારતને ઘણું નુકશાન થયું હતું. બાઇડેન ચુંટણી દરમિયાન કાશ્મીરને લઇ અવાજ ઉઠાવતા રહ્યા, પરંતુ તેને ચૂંટણી સ્ટંટ પણ ગણાવી શકાય.

કાશ્મીર પર નિવેદન આપ્યાની તરત જ તેમણે એક સંદેશમાં ભારતને ‘નેચરલ પાર્ટનર’ તરીકે ગણાવ્યું હતું. બાઇડેન એ કહ્યું હતું કે, ‘જો તેઓ આ ચુંટણીમાં જીતશે તો દુનિયાના દેશો અને અમેરિકા વચ્ચેના  સંબંધોને મજબૂત કરવા માટેની એમની પ્રાથમિકતાની યાદીમાં ભારત સૌથી ઉપર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *