અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી નજીક સમય માં જ આવી રહી છે ત્યારે તે પૂર્વે કોરોનાથી સંક્રમિત ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં અમેરિકન સેનાની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમની પત્ની મલેનીયા ટ્રમ્પ કોરોના સંકર્મિત હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ વ્હાઇટ હાઉસ દ્વારા અહેવાલ આવ્યો હતો કે, ‘રાષ્ટ્રપતિ ટ્રમ્પની તબિયત બરાબર છે અને તેમનામાં કોરોનાના માત્ર નાના લક્ષણો જ દેખાય છે. પરંતુ વ્હાઇટ હાઉસના એક અધિકારીએ એક નિવેદનમાં કહ્યું છે કે શુક્રવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પની હાલત ‘ખૂબ જ ચિંતાજનક’ છે.
વ્હાઇટ હાઉસના મુખ્ય સ્ટાફ માર્ક મેડોઝે શનિવારે કહ્યું હતું કે, ડોકટરોના મત અનુસાર આગામી 48 કલાક તેમના માટે ખૂબ મહત્વના છે. જો કે આ અટકળો વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રમ્પનું એક ટ્વીટ આવ્યુ છે. ડોનાલ્ડ ટ્રમ્પે હોસ્પિટલ તરફથી એક સંદેશ જારી કરતાં કહ્યું છે કે“તેઓ પહેલા કરતાં ઘણું સારુ અનુભવ કરી રહ્યા છે. આપણે બધી જ બાબતોને સામાન્ય બનાવવા માટે સખત મહેનત કરવી પડશે.તથા મારે ફરી પાછા આવવું પડશે કારણ કે આપણે અમેરિકાને ફરી એકવાર મહાન બનાવવાનું છે.”
શુક્રવારે ટ્રમ્પના ડોકટરોએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ “ખૂબ સારા મૂડમાં છે”. અને છેલ્લા 24 કલાક દરમિયાન તેમને તાવ આવ્યો નથી. જોકે વ્હાઇટ હાઉસના સ્ટાફે જણાવ્યું હતું કે ટ્રમ્પમાં માત્ર નાના લક્ષણો જ જોવા મળ્યા છે. પરંતુ એવા પણ સમાચાર હતા કે ટ્રમ્પને હોસ્પિટલમાં લઈ જતાં પહેલાં વ્હાઇટ હાઉસમાં જ ઓક્સિજન આપવામાં આવ્યું હતું.
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી આવતા મહિને યોજાવાની છે. આવી સ્થિતિમાં ચૂંટણી પહેલા કોરોનાથી સંકાર્મિત થવું એ ટ્રમ્પ અને તેમની રિપબ્લિકન પાર્ટી માટે મુશ્કેલીનું કારણ બની ગયું છે. ચૂંટણી પ્રચાર અને રાષ્ટ્રપતિની ચર્ચાના સંદર્ભમાં આ મહિનો મહત્વનો સાબિત થવાનો હતો. શુક્રવારે, પ્રથમ રાષ્ટ્રપતિની ચર્ચાના એક દિવસ પછી, ટ્રમ્પે તેમના સંકાર્મિત હોવા અંગેની માહિતી જણાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle