સાવધાની પૂર્વક કરો સેનેટાઈઝરનો ઉપયોગ, સળગી ગયું હતુ આ યુવકનું શરીર

કોરોનાવાયરસ ના બધા સંક્રમણને રોકવા માટે આખો દેશ lockdown કરી દેવામાં આવ્યો છે.લોકોને સાફ સફાઈ રાખવા સાથે સાથે જ વધુમાં વધુ સેનેટાઈઝર નો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે પરંતુ હરિયાણામાં જ સેનેટાઈઝર એક વ્યક્તિ માટે ખૂબ ઘાતક સાબિત થયું.

હરિયાણાના રેવાડીમાં એક વ્યક્તિ પોતાના રસોડામાં ઊભો રહી પોતાની મોબાઇલ સ્ક્રીન અને સેનેટાઈઝર થી સાફ કરી રહ્યો હતો. અને પત્ની ગેસ ઉપર ખાવાનું બનાવી રહી હતી.આ દરમિયાન સેનેટાઈઝરે આગ પકડી લીધી જેનાથી તે વ્યક્તિ ૩૫ ટકા દાઝી ગયો.

ઉતાવળમાં 44 વર્ષના આ વ્યક્તિને દિલ્હી લાવી ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ ૩૫ ટકા સુધી સળગી ચૂકેલા આ વ્યક્તિનો જીવ બચાવી લીધો.

ડોક્ટરોએ આ દુર્ઘટનાને લઈને જણાવ્યું કે આજ કાલદરેક વ્યક્તિ સેનેટ રાઈઝર લઈને ફરી રહ્યો છે પરંતુ ઘણી વખત ભયાનક સાબિત થઈ શકે છે.ડોક્ટરોએ જણાવ્યું કે મોબાઇલ સાફ કરતી વખતે સેનેટાઈઝર તે વ્યક્તિના કુર્તા પર પડી ગયું હતું.સેનેટાઈઝરમાં રહેલા આલ્કોહોલના કારણે ત્યાં ગેસ બની ગયો અને નજીકમાં જ ચૂલો સળગતો હોવાના કારણે કરતા એ આગ પકડી લીધી.

આગ લાગવાના કારણે તે વ્યક્તિનો ચહેરો, પેટ, છાતી અને હાથ સળગી ગયા.ડોક્ટરોના જણાવ્યા અનુસાર સેનેટાઈઝર 75 ટકા સુધી આલ્કોહોલ રહેલું હોય છે અને હલકો હોય તો હોવાના કારણે તેમાં આગ લાગવાની સંભાવના વધી જાય છે.

ડોક્ટરોએ લોકોને સાવધાન કરતા કહ્યું છે કે જરૂરથી વધારે સેનેટાઈઝર નો ઉપયોગ ન કરવો જોઇએ અને દરેક વસ્તુને સેનેટાઈઝ કરવાની જરૂર નથી હોતી. સાથે જ તેનો ઉપયોગ કરતી વખતે આગથી દુર રહેવાનું હોય છે.

https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *