એવા ઘણા કપલ હોય છે જેનું લગ્નજીવન શરુ થતા પહેલા મંડપમાં જ ખતમ થઇ જતું હોય છે. ઘણી વાર મંડપમાં જ દુલ્હો કે દુલ્હન ના પડી દેતા હોય છે. આ દરમિયાન તાજેતરમાં જ ઉત્તર પ્રદેશનાં બલિયા જીલ્લામાં દુલ્હનના એક નિર્ણયને લીધે લગ્ન ટોક ઓફ ધ ટાઉન બન્યાં છે. જાણવા મળ્યું છે કે, માંદ્પમાં દુલ્હો ગુટખા ખાતો ખાતો આવ્યો હતો. જેથી દુલ્હને તેની સાથે લગ્ન કરવાની ના પડી દીધી હતી અને જાન ખાલી હાથે પાછી વળી હતી.
મળતી માહિતી મુજબ, મિશરૌલી ગામની દુલ્હન અને ખેજુરી ગામના દુલ્હાનાં લગ્ન શનિવારના રોજ થવાનાં હતાં. દુલ્હને જોયું કે, તેનો થનારો પતિ દારૂ પીને અને ગુટખા ખાતો ખાતો મંડપ સુધી આવ્યો હતો. આ જોઈને દુલ્હને મંડપમાં જ લગ્ન કરવાની ના પાડી દીધી. અનેક કલાક સુધી દુલ્હનને મનાવી પણ તે માની નહીં. અંતે બંને પરિવારે એકબીજાને આપેલી ગિફ્ટ પરત કરીને લગ્ન કરવાનું ટાળ્યું હતું. ગુટખાને લીધે લગ્ન કેન્સલ થયેલા જોઇને મહેમાનો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
આ પહેલાં પણ આવો એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ઉત્તર પ્રદેશમાં અન્ય એક 22 વર્ષીય દુલ્હને લગ્નમાં મંડપમાં વરરાજાનું ખરાબ વર્તન જોઇને તેને મોઢા પર જ લગ્ન કરવાની ના પાડી હતી. વરરાજો વરમાળાની વિધિ પૂરી થયા પછી દુલ્હન અને તેના પરિવારને જબરદસ્તી ડાન્સ કરાવવા માંગતો હતો. દુલ્હને તેને ના પાડી તો પણ બળજબરીપૂર્વક તેને ડાન્સ કરવા કહી રહ્યો હતો.
આ દરમિયાન બધા મહેમાનો વચ્ચે આવું વર્તન જોઈને દુલ્હનને ખોટું લાગ્યું અને તેણે લગ્ન કરવાની ના પાડી. આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતાં પોલીસ દ્વારા બંને પરિવારને શાંત કરવામાં આવ્યા અને એકબીજાની ગિફ્ટ પરત આપવા કહ્યું. આ કેસ વિશે પોલીસે કહ્યું, દુલ્હનને પૂરો હક છે કે તેણે કોની સાથે લગ્ન કરવા અને કોની સાથે નહીં. વરરાજાનું વર્તન ન ગમતાં યુવતીએ લગ્નની ના પાડી અને બંને પરિવારે એકબીજાને ગિફ્ટ રિટર્ન કરી દીધા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.