હાથરસ કેસમાં ચુકાદા માટે સોમવારે અલ્હાબાદના લખનઉ હાઈકોર્ટમાં યોજવામાં આવી હતી. હવે આ કેસની સુનાવણી આવતા મહિને 2 નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. પીડિતાના પરિવારજનોએ તેમના નિવેદનો આજે હાઈકોર્ટમાં નોંધાવ્યા હતા. તમને જણાવી દઇએ કે અલ્હાબાદના લખનઉની હાઈકોર્ટમાં હાથરસમાં 19 વર્ષીય દલિત યુવતીના ગેંગરેપ અને હત્યાની સુનાવણી સોમવારે બપોરે શરૂ થઈ હતી.
આ અગાઉ, કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ, પીડિત યુવતીના માતાપિતા સહિત પાંચ પરિવારોને સોમવારે સવારે છ વાગ્યે હાથરસથી લખનઉ જવા માટે રવાના થયા હતા અને બપોરે કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ લખનઉ પહોંચ્યા હતા. અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે 1 ઓક્ટોબરના રોજ હાથરસની ઘટનાની આપમેળે નોંધ લેતા આ મામલામાં ઉચ્ચ અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા હતા. કોર્ટે પીડિત પરિવારના નિવેદનો પણ નોંધ્યા છે.
1 ઓક્ટોબરના રોજ અદાલતે આ ધટના અંગે નિવેદન આપવા મૃતક પીડિત પરિવારના સભ્યોને સમન્સ પાઠવ્યું હતું, ન્યાયાધીશ રાજન રોય તથા બીજા ન્યાયાધીશ જસપ્રીતસિંઘ, એડિશનલ ચીફ સેક્રેટરી, પોલીસ ડિરેક્ટર જનરલ અને એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને આ ઘટનાની સ્પષ્ટતા હાથરસના પોલીસ અધિક્ષકને 12 ઓંક્ટોબરના રોજ કોર્ટમાં બોલાવવામાં આવ્યા હતા.
નોંધપાત્ર વાત એ છે કે, 14 સપ્ટેમ્બરના રોજ હાથરસ જિલ્લાના ચાંદપા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 19 વર્ષિય દલિત યુવતી પર ચાર ઉચ્ચ જાતિના યુવકોએ ગેંગરેપ કર્યો હતો. યુવતીની હાલત વધુ ગંભીર બનતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાદમાં તેને તાત્કાલિક દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેનું 29 સપ્ટેમ્બરના રોજ અવસાન થયું હતું. આ ઘટના અંગે વિપક્ષે રાજ્ય સરકાર પર ઉગ્ર રીતે આક્ષેપો કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle