ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના શામલી(Shamli)માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પોતાના જ કાકા પાસેથી કેરી(mango) માંગવી એક માસુમ બાળકીને મોંઘુ પડયું હતું. યુપીના શામલી જિલ્લામાં એક 33 વર્ષીય વ્યક્તિએ તેની પાંચ વર્ષની ભત્રીજીની હત્યા કરી, કારણ કે તે ભોજન દરમિયાન વારંવાર કેરીઓ માંગતી હતી. હાલ પોલીસે આરોપી કાકાની ધરપકડ કરી લીધી છે.
પોલીસે જણાવ્યું કે 5 વર્ષની બાળકી ખૈરુ નિશા ભોજન કરતી વખતે વારંવાર કેરીઓ માંગી રહી હતી. આનાથી નારાજ તેના કાકાએ કથિત રીતે તેની હત્યા કરી હતી. આરોપીએ પહેલા તેણીના માથા પર સળિયા વડે માર્યો અને જ્યારે તેણીને લોહી વહેવા લાગ્યું, ત્યારે તે ગભરાઈ ગયો અને તેણીનું ગળું કાપી નાખ્યું અને તેના શરીરને કોથળામાં ભરી દીધું.
મળતી માહિતી અનુસાર, આ કથિત હત્યા શામલીના ખેડા કુર્તાન ગામમાં મંગળવારે થઈ હતી. એક મજૂરની પુત્રી ખૈરુ નિશા બપોરે ગુમ થઈ ગઈ હતી અને પોલીસને રાત્રે આરોપી ઉમરદીનના ઘરેથી તેનો મૃતદેહ મળ્યો હતો. કાંધલાના એસએચઓ શ્યામવીર સિંહે કહ્યું કે આરોપી ગ્રામજનો સાથે છોકરીની શોધમાં ગયો હતો, પરંતુ પોલીસને શંકા જતાં તે તરત જ ગાયબ થઈ ગયો હતો.
શામલીના એએસપી ઓપી સિંહે જણાવ્યું હતું કે પોલીસે આરોપી ઉમરદીનની ગામ નજીકના જંગલ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી અને તેના કબજામાંથી હત્યામાં વપરાયેલ હથિયારો (છરી અને લોખંડનો સળિયો) પણ મળી આવ્યો હતો. ગુરુવારે રાત્રે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને શુક્રવારે જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. પીડિતાના પિતાની ફરિયાદ પર આઈપીસીની કલમ 302 હેઠળ આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.